Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

માત્ર વિદેશનું નાગરિકત્વ જતું કરવાથી આપોઆપ ભારતનું નાગરિકત્વ મળી જાય તે જરૂરી નથી : આધાર કાર્ડ ,પાન કાર્ડ ,તેમજ વોટર્સ કાર્ડ હોય તેથી દેશના નાગરિક બની જવાતું નથી : ભારતના નાગરિક બનવા માટે માટે અરજી કરી હોવી જોઈએ : વર્તમાન કાયદા મુજબ અરજદારને દેશના નાગરિક તરીકે માન્યતા આપવાનો અધિકાર માત્ર ભારત સરકાર પાસે છે : પટણા હાઇકોર્ટનો ચુકાદો

પટણા : નેપાળમાં જન્મેલી  અને 2003 ની સાલમાં ભારતમાં પરણેલી મહિલા  ક્રિષ્ના ગુપ્તાએ  2016 ની સાલમાં તેનું નેપાળનું નાગરિકત્વ રદ કરાવી દીધું હતું. પરંતુ ભારતના નાગરિક બનવા માટે તેણે અરજી કરી નહોતી.અલબત્ત તેની પાસે આધાર કાર્ડ ,પાન  કાર્ડ ,તેમજ વોટર્સ કાર્ડ પણ હતું.તે એક ગામમાં મુખિયા તરીકે ચૂંટાઈ આવી હતી.તેની વિરુદ્ધ દાવો દાખલ કરાયો હતો કે તે ભારતની નાગરિક નથી.
આ દાવા અંગે ચુકાદો આપતા પટણા  હાઇકોર્ટના ચીફ જજ શ્રી સંજય કરોલ તથા જજ શ્રી એસ.કુમારની ખંડપીઠે જણાવ્યું હતું કે  આધાર કાર્ડ ,પાન  કાર્ડ ,તેમજ વોટર્સ કાર્ડ હોય તેથી ભારતના નાગરિક બની જવાતું નથી  .વર્તમાન કાયદા મુજબ આ માટે અરજી કરવી જરૂરી છે.જેને ધ્યાનમાં રાખી કાયદાની મર્યાદામાં રહી નાગરિકત્વ આપવાનો અધિકાર માત્ર કેન્દ્ર સરકાર પાસે છે.
ખંડપીઠે વિશેષમાં જણાવ્યા મુજબ કોઈ વિદેશી વ્યક્તિ ભારતીય નાગરિક સાથે લગ્ન કરે તો તે ભારતનું નાગરિકત્વ સ્વીકારવાનો વિકલ્પ સ્વીકારી શકેછે.અલબત્ત તે ઓછામાં ઓછા સાત વર્ષથી ભારતમાં નિવાસ કરતા હોવા જોઈએ.ત્યાર પછી કાયદાની મર્યાદામાં રહીને કેન્દ્ર સરકાર તેને ભારતનું નાગરિકત્વ આપી શકવાનો અધિકાર ધરાવે  છે.
ઉપરોક્ત કેસમાં મહિલાએ નાગરિકત્વ મેળવવા અરજી કરી ન હોવાથી તેનો ગામના મુખિયા તરીકેનો હોદ્દો રદ કરવા નામદાર કોર્ટએ ચૂંટણી કમિશ્નરને આદેશ કર્યો હતો.તથા મહિલાની માંગણી નામંજૂર કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:57 pm IST)