Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

સિંગાપોરમાં ભારતીય મૂળના મજૂરનું કરૂણ મોત : માલવાહક ટ્રકમાં બીમ ચડાવતી વખતે માથા ઉપર પડતા સ્થળ ઉપર જ મૃત્યુ

સિંગાપોર : સિંગાપોરમાં ભારતીય મૂળના 39 વર્ષીય  મજૂરનું કરૂણ મોત થયું છે.ગઈકાલ બુધવારે માલવાહક  ટ્રકમાં સ્ટીલના  બીમ ચડાવતી વખતે માથા ઉપર પડતા તે બેભાન થઇ ગયો  હતો.બાદમાં  સ્થળ ઉપર જ તેનું  મૃત્યુ નીપજ્યું હતું.

ભારતીય મૂળના આ મજુરની ઓળખ થવાની હજુ બાકી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઈન્ડસ્ટીઅલ વિસ્તારમાં ચાલી રહેલ કામ અંગે કામદારોને ચેતવણી આપવામાં આવી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:37 pm IST)