Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ઇન્ડિયન અમેરિકન ડોક્ટર આશુ જોશીને 8 વર્ષની જેલસજા : ચાઈલ્ડ પોર્નોગ્રાફી દ્વારા 16 વર્ષની સગીર યુવતીને ઉશ્કેરી બનાવટી લગ્ન કર્યા : સગીર યુવતી સાથે શારીરિક સુખ ભોગવી એક બાળકનો બાપ બન્યો

કેન્ટુકી : ચાઈલ્ડ પોર્નોગ્રાફી દ્વારા 16 વર્ષની સગીર યુવતીને ઉશ્કેરી તેની સાથે બનાવટી લગ્ન કરી શારીરિક સુખ ભોગવવાના આરોપસર 48 વર્ષીય ઇન્ડિયન અમેરિકન ડોક્ટર આશુ જોશીને 8 વર્ષની જેલસજા ફરમાવાઈ છે.
2018 ની સાલમાં જયારે યુવતી 16 વર્ષની હતી ત્યારે તેની સાથે બનાવટી લગ્ન કર્યા હતા. જેથી 2019 ની સાલમાં આ યુવતીએ એક પુત્રને જન્મ આપ્યો હતો.
તેના ઉપરનો આરોપ સાબિત થવાથી 7 ઓક્ટોબરના રોજ તેને નામદાર જજે 8 વર્ષની જેલસજા ફરમાવી હતી તથા પીડિતાને 8 લાખ ડોલરનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.તથા તેનું લાયસન્સ રદ કરી દેવાયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)