Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

અમેરિકાના પ્રેસિડન્ટ પદના ઉમેદવારો ટ્રમ્પ અને બિડન વચ્ચેની બીજી ડિબેટ ગુરુવારે રાત્રે ટીવીના માધ્યમ દવારા યોજાશે : રૂબરૂ કે વર્ચ્યુઅલ ડિબેટ યોજવા મામલે વિવાદ સર્જાતા આયોજકોએ લીધેલો નિર્ણય : ડોનાલ્ડ ટ્રમ્પ મિઆમી ખાતેથી એનબીસી તથા જો બિડન ફિલાડેલ્ફિયા ખાતેથી એબીસી ના માધ્યમ દ્વારા ડીબેટમાં શામેલ થશે

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ઉમેદવારો રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ તથા ડેમોક્રેટ જો બિડન વચ્ચે ગુરુવારે યોજાનારી ડિબેટ રૂબરૂ કે વર્ચ્યુઅલ યોજવા મામલે વિવાદ સર્જાતા આયોજકોએ આ ડિબેટ હવે ટીવીના માધ્યમથી આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે.
જે મુજબ ગુરુવારે રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પ મિઆમી ખાતેથી એનબીસી ના માધ્યમ દ્વારા તથા જો બિડન ફિલાડેલ્ફિયા ખાતેથી એબીસી ના માધ્યમ દ્વારા ડીબેટમાં શામેલ થશે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણીના દિવસો નજીક આવી ગયા હોવાથી બંને ઉમેદવારો પ્રચાર માટે વ્યસ્ત છે. જે અંતર્ગત ડોનાલ્ડ ટ્રમ્પ રેલીઓના આયોજનો દ્વારા પ્રચાર કરી રહ્યા છે.જયારે જો બિડન ઓનલાઇન ફંડ રાઇઝિંગ મુમેન્ટ ચલાવી રહ્યા છે.તથા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:01 pm IST)