Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ફીઝીકલ એસોલ્ટના કેસમાં રાજકોટના નિરવ ઘોડાસરાની કેનેડામાં પોલીસ અટકાયત

રાજકોટ : બનાવની વિગતમાં, મુળ રાજકોટ સેન્ટમેરીસ સ્કુલ અને ક્રાઈસ્ટ કોલેજમાં ભણેલા અને ૨૦૧૨થી કેનેડા વસતા નિરવ મગનભાઈ ઘોડાસરા જાન્યુઆરી ૨૦૧૭માં રાજકોટની યુવતી ગોરા ત્રિવેદીને બંને કુટુંબની હાજરીમાં વિધીવત લગ્ન કરીને કેનેડા લઈ ગયા હતા.

શરુઆતના થોડા જ મહીનાઓ પછી લગ્નજીવનની પરીસ્થીતી ખરાબ થતી ચાલી.

'તારે જે જોબ મળે તે કરવી જોઈએ, અહીં બધાએ કામ કરવુ પડે, તુ જોબ કર તો હું ઘર સંભાળુ અને શુટીંગ કરી શકું, તુ મને હવે નથી ગમતી, તારી સકસેસની ફ્રીકવન્સી જ નથી રહી, તુ ઈન્ડીપેન્ડન્ટ અને સેલ્ફ સફીસીયન્ટ હતી એટલે તારા સાથે લગ્ન કર્યા હતા.....'

નિરવ ઘોડાસરા (મગનભાઈ પુંજાભાઈ ઘોડાસરા - રાજકોટ, મુળ કોયલી જુનાગઢ) શુટીંગ પીસ્તોલ રાયફલ ગન પ્લેયર છે અને એમાં જ આગળ કરીઅર લઈ જવી છે. એની ગણતરી એવી હતી કે પત્ની જોબ કરે, કમાય અને પોતે મજા કરે.

૨૦૧૯ ઓગષ્ટ સપ્ટેમ્બરમાં ગોરાબેન ઈન્ડીયા હતા ત્યારે નિરવનો ફ્રેન્ડ પાર્થ અઘેરા એની વાઈફ સાથે ઝગડી, ઘર છોડી નિરવ સાથે રહેતો હતો. ગોરાબેન ઓકટોબરમાં કેલગરી ગયા ત્યારે પાર્થ ઘરમાંથી ગયો.

પણ પછી નિરવમાં બદલાવ દેખાવા લાગ્યો અને લગ્નજીવનમાં રસ ના રહયો. ગોરાબેનનું પહેલુ અનુમાન હતુ કે નિરવ પાર્થ સાથે રહયા તે દરમીયાન આ વાત સપાટી પર આવી હશે.

સપ્ટેમબર ૫, ૨૦૨૦ કશુ કહયા વગર બધાની જાણ બહાર નિરવ ઘર ખાલી કરી જતો રહયો. પછીથી પાર્થની વાઈફ સાથેની વાત પરથી દરેક વાતનો તાળો મળ્યો. પાર્થ ગે છે અને નિરવ બાયસેકસયુઅલ!!!!!

આ ૪-૬ મહીના વર્ષથી નહીં, વર્ષોથી ચાલતુ હતુ!!! પાર્થની વાઈફ એમ ફાર્મ છે અને ફાર્મસીમાં સારી કમાણી થઈ શકે. એ બંનેએ પ્લાન કરીને એવી વ્યકિત પસંદ કરી હતી કે જે સારુ કમાઈ શકે અને એ લોકો મજા કરે!!!!

નિરવે બેંક એકાઉન્ટ ખાલી કરી નાખ્યુ. ગોરાબેનના પપ્પાએ બીઝનેસ માટે આપેલા રુપીયા પાછા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી.

નિરવ પાર્થ બંનેના કેનેડામાં એક જ એેડવોકેટ, એક જ સ્ટેટજી, જોબ છોડીને ઘરે બેસી જવુ જેથી વાઈફને મેઈનટેનન્સ ના આપવુ પડે. લોંગ વીકએન્ડમાં ઘર છોડવુ જેથી ૩-૪ દીવસ કોઈ મદદ ના મળે.

નિરવ ઘર છોડી જતો રહયો પછી ગોરાબેન કેલગરીમાં એક વડીલ આન્ટીના ઘરે રોકાયા, બંને દેશમાંથી કાયદાકીય લાંબી લડત રહેશે તે ગણતરીએ મુ્કેશભાઈ રાવલ કેલીફોર્નીયાથી ફેસબુક પર ફંડ રેઈઝ ઉભુ કરી આર્થીક સગવડ કરી આપી, દુનીયાના અલગ અલગ દેશમાંથી ગુજરાતીઓએ પોઝીટીવ મેસેજીસ-સપોર્ટ મોકલ્યા.

ઘર છોડવાના આગલા દીવસોમાં નિરવે કરેલ ફીઝીકલ એસોલ્ટની ફરીયાદ કેલગરી પોલીસને કરેલ જેની તપાસ માટે નિરવ ઘોડાસરાની કેલગરી ખાતે અટકાયત કરવામાં આવેલ. તપાસ ચાલુ રહેશે અને કેલગરી કોર્ટમાં હાજરી આપવા ગોરાબેને તૈયારી બતાવેલ છે. બનેલ ઘટનાની જાણ હાય કમીશન ઓટાવા-કેનેડા, મીનીસ્ટ્રી ઓફ એકસ્ટ્રનલ અફેર્સ ઈન્ડીયા અને પી.એમ.ઓ ઈન્ડીયાને કરી છે. કેનેડામાં મળેલ પોસીસ અને કાયદાકીય સહાય પછી ઈન્ડીયામાં કાયદાકીય સહાય માટે પ્રયત્ન ચાલુ છે.

(12:00 pm IST)