Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

દેશમાં ખતરનાક ગતિએ કોરોના વાઇરસ વધી રહ્યો છે : તાત્કાલિક પગલાં લેવા ટ્રમ્પ વહીવટી તંત્રને જો બિડનનો અનુરોધ : હું જાન્યુઆરી માસમાં પદભાર સાંભળું ત્યાં સુધી કોરોના રાહ નહીં જુએ

વોશિંગટન : અમેરિકામાં કોરોના વાઇરસ ફરી પાછો વિકરાળ ગતિએ આગળ વધી રહ્યો છે.આ સંજોગોમાં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બીડને વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રને તાત્કાલિક પગલાં લેવા અનુરોધ કર્યો છે.

જો બીડને જણાવ્યું હતું કે કોરોના વાઇરસ ખતરનાક ગતિથી આગળ વધી રહ્યો છે.જે હું જાન્યુઆરી માસમાં પદભાર સાંભળું ત્યાં સુધી રાહ નહીં જુએ.તેથી તેને નાથવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી હોવાનું જણાવ્યું છે.

(7:07 pm IST)