Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

અમેરીકાના કેલિફોર્નિયામાં આવેલા એનાહેમ સ્થિત ગાયત્રી ચેતના સેન્ટર ( એનાહેમ ગાયત્રી મંદિર) ખાતે નવલા વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શન અને આરતીનો કાર્યક્રમ યોજાયો

વિક્રમ સંવત ૨૦૭૯ ના નવલા વર્ષ ના પ્રારંભે , એનાહેમ સ્થિત ગાયત્રી ચેતના સેન્ટર ( એનાહેમ ગાયત્રી મંદિર) ખાતે અન્નકુટ દર્શન તથા આરતીનો કાર્યક્રમ યોજાયો હતી.જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી હેરીલાલ તથા શ્રી કારલોસ સાથે ગાયત્રિ પરિવાર ના અગ્રગણ્ય શ્રી મહેશ ભાઇ ભટ્ટ , શ્રી કૌશિક પટેલ, શ્રી નીકી ભટ્ટ શ્રી ,ભાનુંભાઈ પંડયા,સુશ્રી કુસુમબેન પંડયા , સુશ્રી મીનાબેન ભટ્ટ , સુશ્રી અરુણા ભટ્ટ તથા સુશ્રી હેમા ત્રિવેદીએ હાજરી આપી હતી.તેવું માહિતી અને શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયાનાના તસ્વીર સૌજન્ય દ્વારા જાણવા મળે છે.

(7:37 pm IST)