Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

સાઉથ આફ્રિકામાં અપહરણ કરાયેલી ભારતીય મૂળની આઠ વર્ષીય બાળકી સુરક્ષિત ઘેર પરત આવી :4 નવેમ્બરના રોજ સવારે કેટલાક અજાણ્યા લોકોએ તેનું સ્કૂલ બસમાંથી અપહરણ કર્યું હતું

જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં અપહરણ કરાયેલી ભારતીય મૂળની આઠ વર્ષની બાળકી તેના પરિવાર પાસે સુરક્ષિત પાછી આવી છે. પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી

રાયલેન્ડ્સ પ્રાઈમરી સ્કૂલની વિદ્યાર્થિની અબીરા દેખતાનું 4 નવેમ્બરના રોજ સવારે કેટલાક અજાણ્યા લોકોએ તેની સ્કૂલ બસમાંથી અપહરણ કર્યું હતું જ્યારે તે અન્ય વિદ્યાર્થીની રાહ જોઈ રહી હતી.

તેના માતા-પિતા થોડા વર્ષો પહેલા ભારતમાંથી કેપટાઉનમાં સ્થાયી થયા હતા. તેના પિતાની શહેરમાં મોબાઈલ ફોનની દુકાન છે. દક્ષિણ આફ્રિકન પોલીસ સેવાએ   અબીરાનું તેના પરિવારમાં સુરક્ષિત પરત ફરી હોવાની ઘટનાનું સમર્થન કર્યું છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે

 

(7:06 pm IST)