Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

નફરત પર પ્રેમની જીત:અમેરિકાના પ્રથમ શહેર સિએટલમાં જાતિય ભેદભાવ પર પ્રતિબંધ

વોશિંગ્ટનઃ જાતિ આધારિત ભેદભાવ પર પ્રતિબંધ મૂકનાર સિએટલ અમેરિકાનું પ્રથમ શહેર બન્યું છે. ભારતીય-અમેરિકન રાજકારણી અને અર્થશાસ્ત્રીએ સિએટલ સિટી કાઉન્સિલની બિન-ભેદભાવ નીતિમાં જાતિનો સમાવેશ કરવા માટેનો ઠરાવ રજૂ કર્યો હતો, જે પસાર થઈ ગયો છે. સિએટલના હાઉસ, સિટી કાઉન્સિલમાં ઉચ્ચ જાતિના હિંદુ નેતા ક્ષમા સાવંતનો ઠરાવ છ મતે એક મતથી પસાર થયો હતો. આ મત પરિણામ અમેરિકામાં જાતિ આધારિત ભેદભાવના મુદ્દા પર દૂરગામી અસરો ધરાવી શકે છે.
 

ઠરાવ પસાર થયા પછી, સાવંતે કહ્યું, "તે સત્તાવાર બની ગયું છે.અમારી ચળવળને કારણે, દેશમાં સૌપ્રથમ સિએટલમાં જાતિ ભેદભાવ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જીતને દેશભરમાં ફેલાવવા માટે આપણે આ આંદોલનને આગળ વધારવું પડશે.આ પ્રસ્તાવ પહેલા ભારતીય અમેરિકન સાંસદ પ્રમિલા જયપાલે પણ તેને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું, "યુએસ સહિત વિશ્વમાં ક્યાંય પણ જાતિ આધારિત ભેદભાવ માટે કોઈ સ્થાન નથી, અને તેથી જ કેટલીક કોલેજો અને યુનિવર્સિટીઓએ કેમ્પસમાં તેના પર પ્રતિબંધ મૂક્યો છે અને વર્કર્સ જાતિ ભેદભાવના કેસોમાં તેમના અધિકારો અને ગૌરવ માટે લડતા હોય છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

 

(12:14 pm IST)