Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

પાકિસ્તાન સરકારે પ્રાચીન અને ઐતિહાસિક ગુરુદ્વારા ' શહીદ ભાઈ તારુ સિંહ ' સીલ કર્યું : સ્થાનિક શીખો અને દાવત એ ઇસ્લામી કાર્યકર્તાઓ વચ્ચેના જમીન વિવાદને ધ્યાને લઇ ગુરુદ્વારા સીલ કરી દીધું

ઇસ્લામાબાદ : પાકિસ્તાન સરકારે પ્રાચીન અને ઐતિહાસિક ગુરુદ્વારા ' શહીદ ભાઈ તારુ સિંહ ' સીલ કરી દીધું છે. જેના કારણમાં જાણવા મળ્યા મુજબ  સ્થાનિક શીખો અને દાવત એ ઇસ્લામી કાર્યકર્તાઓ વચ્ચેના જમીન વિવાદને ધ્યાને લઇ ઉપરોક્ત નિર્ણય લીધો છે.

' શહીદ ભાઈ તારુ સિંહ ' ગુરુદ્વારા સીલ થઇ જવાથી પાકિસ્તાની શીખ સમુદાય આ વર્ષે શાહિદ ભાઈ તારું ની શહીદ દિનની  ઉજવણી નજીકમાં આવેલા અન્ય ગુરુદ્વારા ' શહિદ ગંજ સિંહ સિંઘાનિયા ' ખાતે ઉજવવા મજબુર બનશે.

શુક્રવારે સ્થાનિક શીખો  ' શહિદ ગંજ સિંહ સિંઘાનિયા ' ખાતે ' શહીદ ભાઈ તારુ સિંહ ' ની પુણ્યતિથિ ઉજવશે. જે નિમિત્તે અખંડ પાઠનું આયોજન કરાયું છે. તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(7:10 pm IST)