Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જતા ભારતના સ્ટુડન્ટ્સ માટે રાહતના સમાચાર : પ્રેસિડન્ટ જો બિડને સ્ટુડન્ટ વિઝાની 4 વર્ષ માટેની મર્યાદા હટાવી : પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ લાદેલી નીતિ રદ કરી : પત્રકારો માટે પણ રોકાણની મર્યાદા દૂર કરી


વોશિંગટન : ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જતા ભારતના સ્ટુડન્ટ્સ માટે રાહતના સમાચાર છે. જે મુજબ પ્રેસિડન્ટ જો બિડને સ્ટુડન્ટ વિઝાની 4 વર્ષ માટેની મર્યાદા હટાવી દેવાનો નિર્ણય કર્યો હોવાનું વ્હાઇટ હાઉસ સૂત્રોએ જણાવ્યું છે.આથી ભારત ઉપરાંત અન્ય દેશોમાંથી ઉચ્ચ અભ્યાસ માટે આવતા સ્ટુડન્ટ્સ 4 વર્ષ કરતા પણ વધુ સમય રોકાણ કરી શકશે.
પ્રેસિડન્ટે  સ્ટુડન્ટ્સ ઉપરાંત પત્રકારો માટે રોકાણની  સમય મર્યાદા પણ દૂર કરી છે.

વ્હાઇટ હાઉસ સૂત્રોએ જણાવ્યા મુજબ પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ સ્ટુડન્ટ્સ વિઝા માટે સૂચવેલી મર્યાદા વિરુદ્ધ મોટી સંખ્યામાં લોકોએ રજુઆત કરી હતી.દેશની ઇકોનોમીમાં મહત્વનું યોગદાન આપતા વિદેશી સ્ટુડન્ટ્સ માટેના રોકાણની મર્યાદા દૂર કરવા સૂચનો કર્યા હતા જેને ધ્યાને લઇ ઉપરોક્ત નિર્ણય લેવાયો છે. આથી હવે એફ.તથા જે વિઝા ધરાવતા સ્ટુડન્ટ્સ માટેની રોકાણની સમય મર્યાદા દૂર થશે.તેમજ આઈ વિઝા ધરાવતા પત્રકારો પણ અભ્યાસ તથાજોબ માટે વધુ સમય રોકાઈ શકશે.તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

 

(6:35 pm IST)