Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

જો સાઉથ કોરિયાની ફેશનની નકલ કરી તો ખેર નથી : ફેશનેબલ હેર સ્ટાઇલ ,ફાટેલા જીન્સ ,તથા ટૂંકા અને પારદર્શક વસ્ત્રો પુંજીવાદી છે : કાયદાનું ઉલ્લંઘન કરનાર યુવા સમૂહને ઉત્તર કોરિયાના તાનાશાહે જેલમાં જવાની અને મોતની ધમકી આપી

ઉત્તર કોરિયા : કડક કાયદા અને તાનાશાહી વહીવટ માટે સમગ્ર વિશ્વમાં કુખ્યાત ઉત્તર કોરિયાના કિંગ જોંગે યુવા સમૂહને ધમકી આપતા કહ્યું છે કે જો સાઉથ કોરિયાની ફેશનની નકલ કરી તો ખેર નથી .

દેશના એક અખબારમાં છાપવામાં આવેલા આર્ટિકલમાં આપેલી માહિતી મુજબ તાનાશાહએ કહ્યું છે કે ફેશનેબલ હેર સ્ટાઇલ ,ફાટેલા જીન્સ ,તથા ટૂંકા અને પારદર્શક વસ્ત્રો પુંજીવાદી છે . જો યુવા સમૂહ તે અપનાવશે તો જેલસજા થઇ શકે તેમજ મોતની સજા પણ થઇ શકશે .તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(6:08 pm IST)