Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

એડિનબર્ગ રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન્સ ફેલો તરીકે ઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન અક્ષત જૈનની પસંદગી

કેલિફોર્નિયા : કેલિફોર્નિયાની લોમા લિન્ડા યુનિવર્સીટીએ સમાચાર સૂત્રોને જણાવ્યા મુજબ એડિનબર્ગ રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન્સ ફેલો તરીકે ઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન અક્ષત જૈનની પસંદગી થઇ છે.

ઉપરોક્ત પસંદગીથી હર્ષિત થયેલા ડો.અક્ષતે જણાવ્યું હતું કે હું જે સ્થાન ઉપર છું તે માટે મારા માતા પિતા ,પરિવાર તથા શિક્ષકોની મારા માટેની જહેમત જવાબદાર છે.

ડો.જૈન લોમા લિન્ડા યુનિવર્સીટી મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર છે.તેઓ પીડિયાટ્રિક ,ઓન્કોલોજીસ્ટ ,તથા હેમેટોલોજિસ્ટ છે.તેમણે પોતાના ક્ષેત્રમાં આપેલા વિશિષ્ટ યોગદાનને ધ્યાને લઇ ફેલોશીપ આપવામાં આવી છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:07 pm IST)