Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ઈન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુજર્સી દ્વારા 6 નવેમ્બરના રોજ હેલ્થ સ્ક્રીનિંગ અને રોગો થતા અટકાવવા કેમ્પનું આયોજન કરાયું :શ્રી સ્વામિનારાયણ મંદિર સીકોકસ ન્યુજર્સી મુકામે યોજાયેલા કેમ્પમાં100 થી વધુ લોકોએ આરોગ્ય તપાસ કરાવી અને રોગો થતા અટકાવવા માર્ગદર્શન મેળવ્યું

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : ઈન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુજર્સી દ્વારા 6 નવેમ્બરના રોજ હેલ્થ સ્ક્રીનિંગ અને રોગો થતા અટકાવવા કેમ્પનું આયોજન કરાયું હતું.શ્રી સ્વામિનારાયણ મંદિર સીકોકસ ન્યુજર્સી મુકામે યોજાયેલા 16 મા કેમ્પમાં100 થી વધુ લોકોએ આરોગ્ય તપાસ કરાવી અને રોગો થતા અટકાવવા માર્ગદર્શન મેળવ્યું હતું.ભારતીય અમેરિકનોની વધુ વસ્તી ધરાવતા તથા દક્ષિણ એશિયાઈ સમુદાયના જરૂરિયાતમંદ લોકોને લાભ આપવા યોજાયેલા આરોગ્ય કેમ્પમાં મેયર માઈક ગોનેલીએ હાજરી આપી હતી અને વ્યાવસાયિકોની નિઃસ્વાર્થ સેવા માટે દરેકની પ્રશંસા કરી હતી.

આરોગ્ય મેળો અગાઉથી રજીસ્ટ્રેશન કરાવનારા લાભાર્થીઓ માટે ખુલ્લો હતો કે જેઓ વીમો ધરાવતા નથી અથવા ઓછો ધરાવે છે.આરોગ્ય કેમ્પમાં તબીબી, દંત   ચિકિત્સા તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે  નિદાન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ઉપરાંત રક્ત પરીક્ષણ, EKG, દ્રષ્ટિ તપાસનો સમાવેશ થાય છે.

ગ્લુકોમા અને ડાયાબિટીક રેટિનોપેથી, શારીરિક તપાસ, કાર્ડિયોલોજી અને ફિઝિકલ થેરાપી અને ફાર્મસી કાઉન્સેલિંગ, માનસિક સ્વાસ્થ્ય તથા સ્તન, સર્વાઇકલ અને પ્રોસ્ટેટ કેન્સર સ્ક્રીનીંગ, સ્ત્રી રોગ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ક્રોનિક રોગોની તપાસ અને ફલૂની રસી. 50 થી વધુ લાભાર્થીઓને આપવામાં આવી હતી.કેમ્પમાં સેવા આપનારાઓમાં મંદિર અને ચિકિત્સકો, દંત ચિકિત્સકો, માનસિક સ્વાસ્થ્ય પ્રદાતાઓ ,વિદ્યાર્થી સ્વયંસેવકો અને અન્યનો સમાવેશ થતો હતો.કે જેઓએ ડાયાબિટીસના દર્દીઓને તપાસવા અને શિક્ષિત કરવા માટે આ દિવસે તેમની સેવાઓ પૂરી પાડી હતી,

હાયપરટેન્શન, કાર્ડિયાક રોગો, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, પ્રોસ્ટેટ, સર્વાઇકલ અને સ્તન
કેન્સર અને અન્ય ક્રોનિક કમજોર રોગો ખાસ કરીને સાઉથ એશિયન વસ્તીમાં વધુ જોવા મળે છે તે થતા અટકાવવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

1998 માં સ્થાપના થઈ ત્યારથીઅત્યાર સુધીમાં IHCNJ એ 12,000 થી વધુ જરૂરિયાતમંદ લોકોને સ્ક્રીનિંગ પ્રદાન કર્યું છે

ડિસેમ્બર 2023માં સંગીતના કાર્યક્રમ અને ગાલા ડિનર સાથે તથા કાર્યકરોની કદર અને પ્રશંસા સાથે IHCNJની 25મી એનિવર્સરી ઉજવાશે.ઉપરાંત ડિસેમ્બર 2023માં વિવિધ શૈક્ષણિક અને સ્ક્રીનીંગ સેમિનાર, બ્લડ ડ્રાઈવનું આયોજન કરાશે .તથા વર્ષ દરમિયાન કેન્સર સહિતના રોગોનું સ્ક્રીનિંગ તથા માર્ગદર્શન આપવાનું ચાલુ રહેશે. IHCNJ ની 25મી વર્ષગાંઠ વિશે વધારાની માહિતી તથા અન્ય પ્રવૃત્તિઓવિષે વિશેષ જાણકારી www.IHCNJ.org ની મુલાકાત દ્વારા મેળવી શકાશે .

ઉલ્લેખનીય છે કે હેલ્થ કેમ્પ ઓફ ન્યુ જર્સી, બિન-લાભકારી સંસ્થા ટેક્સ મુક્તિ કોડ 501© હેઠળ કરમુક્ત છે.તેવું IHCNJ પ્રસિડેન્ટ ડૉ. તુષાર પટેલ,– 848-391-0499 દ્વારા જાણવા મળે છે.

(7:04 pm IST)