Gujarati News

Gujarati News

News of Sunday, 13th November 2022

' તુલસી વિવાહ ' : અમેરીકામાં સધર્ન કેલિફોર્નિયાના બેલ ફ્લાવર સીટી ખાતે આવેલ પ્રસિદ્ધ શ્રીજી મંદિરમાં 6 નવેમ્બરના રોજ ' તુલસી વિવાહ ' ઉત્સવ ઉજવાયો : મંગલાચરણ બાદ શ્રી ઠાકોરજીનો વરઘોડો નીકળ્યો : ભજન, લગ્ન ગીતો તથા ગરબાની રમઝટ સાથે રંગેચંગે વિવાહ સમ્પન્ન

કેલિફોર્નિયા : સધર્ન કેલિફોર્નિયાના બેલ ફ્લાવર સીટી ખાતે આવેલ પ્રસિદ્ધ શ્રીજી મંદિરમાં રવિવાર તા. ૬ ઠ્ઠી નવેમ્બરના રોજ સાંજના ૫ઃ૦૦ વાગ્યાથી તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌ પ્રથમ મંગલાચરણ બાદ શ્રી ઠાકોરજીનો વરઘોડો નીકળ્યો હતો.

ત્યાર બાદ સાંજના  પઃ૪૫ થી ૭ઃ૦૦ વાગ્યા સુધીમાં  તુલસી વિવાહનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ માંગલિક પ્રસંગમાં તુલસીજી પક્ષે યજમાન સુશ્રી રેખાબેન બજારીયા, સુશ્રી હિનાબેન જાધવ અને શ્રી યશવંતભાઈ શાહે વહેવાર નિભાવેલ જ્યારે  લાલજી પક્ષે યજમાન તરીકે સુશ્રી અલ્પાબેન ટીલ્વા,તથા સુશ્રી શીલાબેન થાનકી એ વહેવાર નિભાવેલ.

સમગ્ર કાર્યક્રમમાં સુશ્રી જયશ્રીબેન ગોહિલ દ્વારા ભજન, લગ્ન ગીતો તથા ગરબા વગેરે રજૂ થયા હતા. અને એમાં હાજર સૌ ભાઈ બહેનો આનંદ પુર્વક સહભાગી થયા હતા. આ પ્રસંગે  તબલા ઉપર શ્રી સાગર શાહ તથા કી બોર્ડ ઉપર શ્રી અનિલ દેસાઈએ સહયોગ આપ્યો હતો. અંતમાં શ્રીજીની આરતીમાં સૌ સહભાગી થયા હતા. અને અંતે સુંદર મહાપ્રસાદી માણી હતી. તેવું માહિતી શ્રી ગુણવંતભાઈ પટેલ અને કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયાના તસ્વિર સૌજન્ય દ્વારા જાણવા મળે છે.

(1:38 pm IST)