Gujarati News

Gujarati News

News of Friday, 13th January 2023

સાત સમંદર પાર દુબઈમાં ગુજરાતીઓ સહિતના ભારતીઓએ નવા વર્ષની કરી શાનદાર ઉજવણી : અભિનેત્રી સયાલી ભગત અને અમિત જાધવની ઉપસ્થિતિએ કાર્યક્રમને ચાર ચાંદ લગાડ્યા

દુબઈના ડિવાઈન એન્ટરટેનમેન્ટ અને ભારતના સાફલ્ય ઇવેન્ટનું દુબઈમાં શાનદાર સફળ આયોજન

દુબઈ : તાજેતરમાં ૩૧ ડીસેમ્બર નિમિત્તે વિશ્વના અનેક દેશોમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી અને લાખ્ખો-કરોડો લોકોએ ઉમંગ અને ઉત્સાહ સાથે ૨૦૨૩ના વર્ષને આવકાર્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો વસે છે એવા દુબઈમાં પણ એક સુંદર કાર્યક્રમનું આયોજન ડિવાઇન એન્ટરટેનમેન્ટ ના ડો વ્યાપ્તિબેન જોશી અને સાથે ભારતના સાફલ્ય ઇવેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોલીવુડની અભિનેત્રી અને ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ (૨૦૦૪) સયાલી ભગત તેમ જ એક્સ ફેક્ટર ઇન્ડિયાના ફીનાલીસ્ટ અમિત જાધવ (એ.જે.) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જમાવટ કરી હતી. 

દુબઈમાં સુક અલ મરફા,વોટર ફ્રંટ, ડેરા, દુબઈ ખાતે યોજાયેલા આ રંગારંગ કાર્યક્રમમાં મ્યુઝીક-ડાન્સ, લાઈવ બેન્ડ વગેરે મુખ્ય આકર્ષણ હતા. આ કાર્યક્રમની વધુ એક વિશેષતા એ હતી કે, આ નવા વર્ષની પ્રતિમા સંપૂર્ણ શાકાહારી ભોજન પીરસવામાં આવ્યું હતું અને ડ્રીન્કસ પ્રતિબંધિત હતું. 

આ કાર્યક્રમમાં દુબઈ ઉપરાંત યુ.એ.ઈ.નાં અલગ અલગ પ્રાંતમાંથી ગુજરાતીઓ જ નહી પણ ભારતના જુદા જુદા રાજ્યોના રહેવાસીઓ પણ મોટી સંખ્યામાં  ઉપસ્થિત રહ્યા હતા અને ૨૦૨૨ને વિદાય આપી હતી અને ૨૦૨૩નાં વર્ષને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો.

(5:04 pm IST)