Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

અમેરિકાના પ્રેસિડન્ટ જો બિડનના સ્પેશિઅલ આસિસ્ટન્ટ તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી પ્રોનીતા ગુપ્તાની નિમણુંક : પ્રેસિડેન્ટના લેબર એન્ડ વર્કર્સ પોલિસી સહાયક તરીકે ફરજ બજાવશે

વોશિંગટન : અમેરિકામાં ડેમોક્રેટિક પ્રેસિડન્ટ જો બિડન ચૂંટાઈ આવ્યા પછી દેશમાં ભારતીયોનો દબદબો વધવા પામ્યો છે.વાઇસ પ્રેસિડન્ટ તરીકેના ઉચ્ચ હોદા ઉપર ઇન્ડિયન અમેરિકન મહિલાને સ્થાન મળ્યું છે.સાથોસાથ અનેક ભારતીય મૂળના અગ્રણીઓને મહત્વના હોદાઓ સોંપાયા છે.

તાજેતરમાં કરાયેલી ઘોષણા મુજબ અમેરિકાના પ્રેસિડન્ટ જો બિડનના સ્પેશિઅલ આસિસ્ટન્ટ તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી પ્રોનીતા ગુપ્તાની નિમણુંક થઇ છે.તેઓ પ્રેસિડન્ટ બિડનના લેબર એન્ડ વર્કર્સ ઓન ડોમેસ્ટિક પોલિસી કાઉન્સિલ તરીકે ફરજ બજાવશે.

સુશ્રી ગુપ્તા કામદારોની સલામતી તથા તેમના પરિવારની આર્થિક સમૃદ્ધિ માટે કાર્યરત રહ્યા છે.તેમજ કામદારોને મળતી મેડિકલ લિવ સિક લિવ તથા તેમના હક્કો માટે સતત જાગૃત રહ્યા છે.તેઓ બિડન તથા હેરિસના વહીવટી તંત્રમાં નવી રોજગારીના નિર્માણમાં તેમજ આર્થિક અસમાનતા દૂર કરવામાં મહત્વનું યોગદાન આપી શકશે તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(5:45 pm IST)