Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના હ્યુસ્ટનમાં આવ્યાના 100 વર્ષની ઉજવણી : ફેબ્રુઆરી 1921 માં હ્યુસ્ટન ગયા હતા : ટાગોર ગ્રોવ સ્મારક ખાતે કરાયેલી ઉજવણીમાં ભારતના હ્યુસ્ટન ખાતેના વાણિજ્ય દૂતાવાસના શ્રી અસીમ મહાજન સહીત અગ્રણીઓએ હાજરી આપી : ગુરુદેવના કાવ્યોનું ઓનલાઇન પઠન કરાયું

હ્યુસ્ટન :  નોબલ પ્રાઇસ વિજેતા ભારતના સૌપ્રથમ વ્યક્તિ તરીકે નામના મેળવનાર કવિવર રવીન્દ્રનાથ ટાગોર ફેબ્રુઆરી 1921 માં હ્યુસ્ટન ગયા હતા .અમેરિકની રાઈસ યુનિવર્સીટીમાં યોજાયેલા વ્યાખ્યાન સમયે તેમણે હ્યુસ્ટનની મુલાકાત લીધી હતી.

તેમની આ મુલાકાતની યાદગીરી રૂપે હ્યુસ્ટનમાં ટાગોર ગ્રોવ સ્મારક નું નિર્માણ કરાયું છે.જ્યાં ગુરુદેવની પ્રતિમા મુકવામાં આવી છે.આ જગ્યાએ ફેબ્રુઆરી 2021 માં તેમના હ્યુસ્ટનના આગમનના 100 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

ટાગોર સોસાયટી ઓફ હ્યુસ્ટનના ઉપક્રમે કરાયેલી કોવિદ -19 ના નિયમોના પાલન સાથેની બે દિવસીય ઉજવણીમાં ગુરુદેવના કાવ્યોનું ઓનલાઇન પઠન કરાયું  હતું.

આ તકે ભારતના હ્યુસ્ટન ખાતેના વાણિજ્ય દૂતાવાસના શ્રી અસીમ મહાજન સહીત અગ્રણીઓએ હાજરી આપી હતી તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે

(1:18 pm IST)