Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

' ઇમિગ્રેશન પ્રશ્નોત્તરી ' : અમેરીકાના કેલિફોર્નિયામાં ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલના ઉપક્રમે વેબિનાર યોજાયો : ઇમિગ્રેશન નીતિના ઊંડા અભ્યાસી શ્રી જોસેફભાઈ પરમારે સમજણ આપી : પ્રશ્નોના જવાબો આપ્યા

કેલિફોર્નિયા : અમેરીકાના સર્ઘન કેલિફોર્નિયામાં કાર્યરત ' ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ (GSFC ) તથા ટેક્ષાસ રાજ્યના પ્લેનોમાં સ્થપાયેલ ' ગુજરાતી સિનીયર સોસાયટી પ્લેનો ( GSSP ) ના સંયુક્ત ઉપક્રમે ઈમીગ્રેશનના અભ્યાસી શ્રીમાન્ જોસેફ પરમાર સાથે એક વિશિષ્ટ એવી પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ યોજાઈ ગયો.

શ્રીમાન્ જોસેફભાઈ મૂલ કરમસદના વતની અને તેઓએ તેમની કારકિરદી ની શરુઆત શિક્ષણના ક્ષેત્રથી કરી હતી. તેઓ ૧૯૯૫ માં અમેરીકા આવ્યા હતા... અમેરીકાની કઈમીગ્રેશન નીતિનો ઊંડો અભ્યાસ કર્યો.. ત્યારબાદ સીનીયર સીટીઝનોના પ્રશ્નો અને તેના ઉકેલ માટેના તજજ્ઞ તરીકે લોકસેવા શરૂ કરી.. સમગ્ર અમેરીકામાં નામના મેળવી. વિવિધ હોદ્દાઓ તથા સન્માનોથી નવાજીત થયા. વિવિધ સમાચાર પ્રત્રોમાં તેમના લેખો છપાતાં તેમજ  ' ગુજરાત દર્પણ ' માં  પ્રસિધ્ધ થતી તેમની કોલમ ' સોશિયલ દર્પણ '  ૨૦૦૩ થી પ્રસિધ્ધ થાય છે જે શ્રીમાન્ જોસેફ પરમાર રજુ કરે છે.

કાર્યક્રમના પ્રારંભમાં આણંદના વતની અને GSFC ના અગ્રેસર શ્રી હર્ષદરાય શાહે સૌનું સ્વાગત્ત કર્યું... ગોવિંદભાઈ પટેલ અને આણંદના વતની શ્રી સુભાષભાઈ શાહે શ્રી જોસેફભાઈ નો પરીચય આપ્યો. શ્રી જગદીશભાઈ પટેલે GSFC ના કાર્યોની માહિતી આપી. જ્યારે શ્રી ભૂપેન્દ્રભાઈ ઠક્કરે GSSP પ્લેનો ના કાયક્ષેત્રની માહિતી આપી. આજના કાર્યક્રમમાં ડલાસ ટેક્ષાસથી શ્રી રજનીભાઈ તથા કેનેડા-કેલગરી થી અન્ય એક સભ્ય જોડાયા હતા. નોર્થ કેલિફોર્નિયા, સર્ઘન કેલિફોર્નિયા-શિકાગો,ન્યુ જર્સી,કેનેડા વગેરે વિવિધ ક્ષેત્રના સિનિયરો જોડાઈને તેમને લગતા પ્રશ્નો પૂછીને માહિતગાર થયા હતાં.

શ્રી જગદીશભાઈ પટેલ,રોમાબેન પીઠડીયા,કાન્તિભાઈ મિસ્ત્રીએ પ્રશ્નો અંગે સરલતા  જાળવવા યોગદાન આપ્યું,

શ્રીમાન્ જોસેફભાઈએ મુખ્યતો સીટીઝન શીપ, ફેમલી કેટેગરી અને વર્તમાનમાં ચાલી રહેલ ટાઈમટેબલ જણાવ્યું... સીટીઝન વ્યક્તિને મળતા લાભો તેમજ સોશિયલ સીક્યોરીટી  ઇન્સોરન્સ તથા સોશિયલ સપ્લિમેન નો ભેદ સમજાવ્યો, વિવિધ લાભો મેળવતા સિનિયરોનો વારંવાર વતનમાં જવા-આવવાની સમય મર્યાદા - ગ્રીનકાર્ડ માં હોલ્ડરની પરિસ્થિતી,મેડીકલ-મેડીકેર વગેરેના લાભો અને મળવા પાત્ર લાભો તથા ભરવા પાત્ર ફોર્મ, ઓફીસ ,મુલાકાતમાં દુભાષિયાની સગવડ જેવા અનેક પ્રશ્નોની છાણાવટ કરી. કાર્યક્રમમાં જોડાયેલાં દરેક સભ્યોને પ્રશ્ન પૂછવાની તક આપવામાં આવી હતી. તમામ સભ્યોએ શ્રીમાન્ જોસેફભાઈ ને પ્રેમથી વધાવ્યા તથા આ કાર્યક્રમમાં જોડાવવા તથા આવો સુંદર કાર્યક્રમ યોજવા માટે બન્ને સંસ્થાને અભિનંદન પણ આપ્યા. સમગ્ર કાર્યક્રમના આયોજનમાં ' ગુજરાત દર્પણ 'ના શ્રી સુભાષભાઈ શાહ( ન્યુ જર્સી ) શ્રી સુભાષભાઈ શાહ (દલાસ) શ્રી ગુણવંતભાઈ પટેલ,કેલિફોર્નિયાનો ફાળો અમુલ્ય રહ્યો.

કાર્યક્રમનું સમાપન શ્રી જગદીશભાઈ પટેલ,કાન્તિભાઈ મિસ્ત્રી,તથા દુષ્યંતભાઈ પટેલે કર્યુ, જ્યારે આભારવિધિ શ્રી સુભાષભાઈ શાહે(દલાસ) કરી તથા પુનઃ આવા બીજા પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ કરવાની મહેચ્છા દર્શાવી.તેવું શ્રી કાંતિલાલ મિસ્ત્રીની યાદી જન જણાવે છે.

(11:33 am IST)