Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

અમેરિકાના પ્રેસિડન્ટ જો બિડેને ભારતીય મૂળની બે મહિલાઓને મહત્વના હોદાઓ ઉપર નિમણુંક આપી : ટ્રાન્સપોર્ટેશન વિભાગમાં સુશ્રી મીરા જોશી અને પર્યાવરણ સુરક્ષા માટે સુશ્રી રાધિકા ફોક્સને તક આપી

વોશિંગટન :  અમેરિકાના પ્રેસિડન્ટ જો  બિડેને બુધવારે દેશના બે અગ્રણી વહીવટી પદ પર બે ભારતીય મૂળની  મહિલાઓની નિમણૂક કરવાની ઘોષણાં કરી હતી, જેમાં ટોચના વકીલ અને એક કાર્યકારી અધિકારીનો સમાવેશ થાય છે. બિડેનના નિર્ણયને સુશ્રી મીરા જોશી અને સુશ્રી રાધિકા ફોક્સની બઢતી તરીકે જોવામાં આવે છે, જેઓ 20 જાન્યુઆરીએ, બીડેનના પ્રેસિડન્ટ પદના  પહેલા જ દિવસે વહીવટમાં જોડાયા હતા.

વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું છે કે સુશ્રી જોશીને ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટ પરિવહન વિભાગમાં ફેડરલ મોટર વ્હીકલ સેફ્ટી એડમિનિસ્ટ્રેશનના એડમિનિસ્ટ્રેટર માટે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે સુશ્રી રાધિકા ફોક્સને જળ, પર્યાવરણીય સુરક્ષા એજન્સી માટે સહાયક વહીવટકર્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:50 pm IST)