Gujarati News

Gujarati News

News of Sunday, 16th August 2020

20,000 જેટલા ભારતીય પરિવારો અમેરિકાથી કેનેડા શિફ્ટ થયા : ગ્રીન કાર્ડ મળવામાં થતા અસાધારણ વિલંબને કારણે વિદેશ જવા ઇચ્છુક ભારતીયોનો પ્રવાહ પણ કેનેડા તરફ વળી રહ્યો હોવાનો સર્વે

વોશિંગટન : વર્ષોથી અમેર્રિકમાં સ્થાયી થયેલા એચ-1બી વિઝાધારકોને હજુ સુધી ગ્રીન કાર્ડ નહીં મળતા અને હાલની તકે કાયમી નાગરિકત્વ મળવાની કોઈ શક્યતા નહીં જણાતાં અંદાજે  20,000 જેટલા ભારતીય પરિવારો  અમેરિકાથી કેનેડા શિફ્ટ થયા હોવાનું જાણવા મળે છે. હૈદરાબાદના રહેવાસી દિનેશ દાસરીએ આ મામલે કહ્યું હતું કે, મેં જ્યારથી કામ શરૂ કર્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી 6 વાર H-1B વીઝા એક્સટેંશન લઈ ચુક્યો છું. હું ખુબ જ તણાવ અનુંભવુ છું. દાસરી હવે અમેરિકાથી કેનેડામાં શિફ્ટ થઈ ગયા છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 14 વર્ષથી અમેરિકામાં રહી રહ્યાં હતાં પણ ગ્રીન કાર્ડ મળવામાં થઈ રહેલા વિલંબના કારણે તેમનું ભવિષ્ય ધુંધળુ બની ગયું હતું. ગ્રીન કાર્ડ ના હોવાના કારણે તેમને નોકરી બદલમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ગ્રીન કાર્ડ ના હોવાના કારણે તેમને મેનેજર લેવલની નોકરી જ નહોતી મળતી. તેમનું કહેવું છે કે, લોકો તે દેશ પર વિશ્વાસ મુકે છે જ્યાં તમને સ્થાયી થવાની ગેરેંટી મળતી હોય.
એક સર્વે મુજબ  વિદેશ જવા ઇચ્છુક ભારતીયોનો પ્રવાહ પણ કેનેડા તરફ વળી રહ્યો છે. આ લોકોનું માનવું છે કે, તેમને કેનેડામાં પણ સારી તકો મળી રહી છે. ઈમિગ્રેશન એટોર્ની રાહુલ રેડ્ડીએ કહ્યું હતું કે, લોકો માટે કેનેડામાં એંટ્રી લેવી ખુબ જ સરળ છે. ઓનલાઈન એપ્લિકેશન કર્યાના એક જ વર્ષમાં તેમને કેનેડામાં પ્રવેશ મળી જાય છે. માટે અમેરિકા કરતા કેનેડા જવુ વધારે સરળ અને સુરક્ષીત છે.
ઉલ્લેખનીય છે કે, ડૉનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે વીઝા નિયમોમાં અનેક ફેરફાર કરાવ્યા હતાં. આકરા નિયમોના કારણે વર્ષોથી અમેરિકામાં વસતા વિદેશી લોકો અને અમેરિકા આવવા ઈચ્છુકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માટે ભારતીયો અમેરિકાના વિકલ્પમાં કેનેડા પર પસંદગી ઉતારવા લાગ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:09 pm IST)