Gujarati News

Gujarati News

News of Sunday, 16th August 2020

ચીનમાં ઉઇગર મુસ્લિમોની સંસ્કૃતિ ઉપર અત્યાચાર : શિનજિઆંગમાં આવેલી મસ્જિદની જગ્યાએ જાહેર શૌચાલય બનાવાયું : બીજી મસ્જિદની જગ્યાએ શરાબ અને સિગારેટનો સ્ટોર બન્યો

પેચિંગ : ચીનમાં વસતા ઉઇગર મુસ્લિમો ઉપર અત્યાચાર કરવાનું સતત ચાલુ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ શિનજિઆંગમાં આવેલી મસ્જિદની જગ્યાએ જાહેર શૌચાલય બનાવાયું છે.તેમજ બીજી મસ્જિદની જગ્યાએ શરાબ અને સિગારેટનો સ્ટોર બનાવી દેવાયો છે.તેથી ચીનની કોમ્યુનિસ્ટ સરકાર ઉઇગર મુસ્લિમો ઉપર ચાઈનીઝ સંસ્કૃતિ થોપવાની કોશિશ કરી રહી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.
2016 ની સાલમાં સુંગંગ ગામમાં બે મસ્જિદ તોડી પાડવામાં આવી હતી.જે પૈકી એકમાં જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે.અને બીજી મસ્જિદની જગ્યાએ શરાબ અને સિગારેટનો સ્ટોર બનાવાયો છે. ઇસ્લામ ધર્મમાં શરાબ અને સિગારેટ ઉપર પ્રતિબંધ છે.તેમછતાં મસ્જિદની   જગ્યાએ તેના સ્ટોરનું નિર્માણ કરાયું છે. જોકે  હજુ તે જાહેર જનતા માટે ખુલ્લા મુકાયા નથી .આમ જિનપિંગ સરકાર મુસ્લિમોનું સંસ્કૃતિ ઉપર અત્યાચાર કરી રહી હોવાનું  સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:19 pm IST)