Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

નેધરલેન્ડ્સમાં ભારતનો 74 મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો : ભારતના રાજદૂત શ્રી વેણુ રાજામોનીએ ઇન્ડિયા હાઉસ ખાતે ત્રિરંગો લહેરાવ્યો : ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનો શુભેચ્છા સંદેશ વાંચી સંભળાવ્યો : પાસપોર્ટ સુવિધામાં વધારો કરાયાની ઘોષણાં કરી

નેધરલેન્ડ : નેધરલેન્ડ્સમાં 15 ઓગસ્ટના રોજ ભારે ઉમંગપૂર્વક ભારતનો 74 મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો હતો.જે અંતર્ગત  ભારતના રાજદૂત શ્રી વેણુ રાજામોનીએ ઇન્ડિયા હાઉસ ખાતે ત્રિરંગો લહેરાવ્યો હતો.ભારતના રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું.તેમજ ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનો શુભેચ્છા સંદેશ વાંચી સંભળાવ્યો હતો.
આ પ્રસંગે શ્રી વેણુ રાજામોનીએ જણાવ્યું હતું કે ભારતીયોની સુવિધામાં વધારો કરવા માટે પાસપોર્ટ નવી દિલ્હી ખાતે  છાપવા માટે મોકલવામાં આવ્યા  છે.આથી હવે ભારતીય નાગરિકો ટૂંક સમયમાં વિવિધ માધ્યમથી ડોક્યુમેન્ટ્સ  એમ્બેસીને પોસ્ટ દ્વારા મોકલી  શકશે અને તેઓ પણ એમ્બેસી પાસેથી પોસ્ટ દ્વારા વિવિધ દસ્તાવેજો પ્રાપ્ત કરી શકશે.પરિણામે હાલની પ્રક્રિયામાં સરળતા આવશે  કારણ કે હવેથી નેધરલેન્ડ્સમાં વિઝા સુવિધા સુવિધા કેન્દ્રોની મુલાકાત ટાળી શકાશે. ભારતીય નાગરિકોને પાસપોર્ટ જારી કરવા માટે, બે અઠવાડિયાથી થોડા દિવસનો સમય નોંધપાત્ર રીતે ઘટી જશે.
ભારતના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં 2500 જેટલા ભારતીયો ઓનલાઇન જોડાયા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:20 pm IST)