Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

એક તરફ સુલેહ માટે ભારત સાથે મંત્રણા : બીજી તરફ કાલાપાની ઉપર કબ્જો દર્શાવવા પુસ્તક પ્રસિદ્ધ કરવાની તૈયારી : ગૂગલમાં પણ નવો નકશો બતાવવા નેપાળની નવી ચાલ

કાઠમંડુ : ચીનની અસર નીચે આવી અવારનવાર ભારત સાથે ઉંબાડિયા કરતા નેપાળના પ્રાઈમ મિનિસ્ટરે તાજેતરમાં ભારતના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી જુના પ્રોજેક્ટ આગળ ધપાવવા મંત્રણાઓ પણ કરી સુલેહ માટે તૈયારી બતાવી હતી.બીજી તરફ તેઓ કાલાપાની ઉપર કબ્જો દર્શાવવા પુસ્તક પ્રસિદ્ધ કરવાની તૈયારી રહ્યા હોવાનું ઇન્ટેલિજન્સ એજન્સીના અહેવાલમાં જણાવાયું છે.

આ અહેવાલમાં દર્શાવાયા મુજબ નેપાળ પોતાનો  કબ્જો કાલાપાની ઉપર દર્શાવવા કથિત દસ્તાવેજો સાથેનું પુસ્તક તૈયાર કરી રહ્યું છે.જે જુદા જુદા દેશોના દૂતાવાસને  આપી કાલાપાની ઉપર પોતાના કબ્જા માટે બેકગ્રાઉન્ડ બાંધવા માંગે છે.

સાથોસાથ ગુગલ ઉપર પણ કાલાપાની ઉપરના કબ્જા સાથેનો નેપાળનો નવો નકશો પ્રસિદ્ધ થાય તે માટે પણ પ્રયત્ન કરી રહ્યું હોવાનું જાણવા મળે છે.

(1:23 pm IST)