Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

ચીનના સિચુઆન પ્રાંતમાં ભારે પૂર : 200 લોકોના મોત : હજારો લાપત્તા : 1200 વર્ષ જૂની અને 233 ફુટ ઊંચી ભગવાન બુદ્ધની પ્રતિમા બચાવવાનો પ્રયાસ

સિચુઆન : ચીનના સિચુઆન પ્રાંતમાં ભારે પૂર આવવાથી 200 લોકોના મોત નિપજ્યા છે.અને હજારો લોકો લાપત્તા થયા હોવાનું જાણવા મળે છે.
આ બધા વચ્ચે  1200 વર્ષ જૂની અને 233 ફુટ ઉંચી ભગવાન બુદ્ધની પ્રતિમાના પગ સુધી પાણી પહોંચી ગયા છે.
બુદ્ધની પ્રતિમાને બચાવવા માટે પોલીસ અને સ્થાનિક લોકો મળીને રેતી ભરેલી થેલીઓ નાંખી રહ્યા છે, જેથી પાણીના વહેણને ધીમું પાડી શકાય અને પ્રતિમાને ધોવાણ થવાથી બચાવી શકાય. વર્ષ 1949 પછી પ્રથમવાર પૂરનું પાણી પ્રતિમાના પગની આંગળીઓ સુધી પહોંચ્યું છે. જો કે સિચુઆનમાં પૂરના પાણી ઓસરી રહ્યા છે. બુદ્ધની પ્રતિમાના પગ ફરી દેખાઈ રહ્યા છે.
ચીનના સત્તાવાર પીપલ્સ ડેઇલી ન્યૂઝ પેપરના રિપોર્ટ મુજબ પૂરના કારણે ભૂસ્ખલનની પણ ઘટનાઓ બની છે. અહીંયા યુન્નાનમાં પાંચ લોકો લાપતા થયા છે. સિચુઆનના યિબિનમાં એક ચોક પર પાર્ક 21 કારો અચાનક રસ્તો ધસી પડવાના કારણે ખાડામાં પડી ગઈ હતી. પૂરમાં અત્યાર સુધીમાં ચીનમાં 200 લોકોના મૃત્યુ થયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પૂરના કારણે 25 અબજ ડોલર ( 1876 અબજ રૂપિયા)નું નુકશાન થયું છે.

(7:52 pm IST)