Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના ઉપક્રમે 19 ઓગસ્ટ 2022 ના રોજ ' જન્માષ્ટમી ' તહેવાર ઉજવાશે : પ્રસાદનો સમય સાંજે 6 -00 વાગ્યાથી 8 -00 વાગ્યા સુધી : ભજનની રમઝટ રાત્રે 8 -00 વાગ્યાથી 10 -30 કલાક સુધી : ઝૂમના માધ્યમથી લાઈવ પ્રસારણ કરાશે

લંડન : શ્રી આણદાબાવા સેવા સંસ્થાન જામનગરના મહંત શ્રી દેવપ્રસાદજી બાપુના આશીર્વાદ સાથે લોહાણા કોમ્યુનિટી નોર્થ  લંડનના ઉપક્રમે 19 ઓગસ્ટ 2022 શુક્રવારના રોજ ' જન્માષ્ટમી ' તહેવાર ઉજવાશે .

ધામેચા લોહાણા સેન્ટર ,બ્રેમ્બર રોડ ,સાઉથ હેરો HA2 BAX મુકામે થનારી ઉજવણી અંતર્ગત પ્રસાદનો સમય સાંજે 6 -00 વાગ્યાથી 8 -00 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. તથા ભજનની રમઝટ રાત્રે 8 -00 વાગ્યાથી 10 -30 કલાક સુધી થશે.(યુ.કે.ટાઈમ) .રાત્રે 8 -00 વાગ્યાથી ઝૂમના માધ્યમથી લાઈવ પ્રસારણ કરાશે .

સાંજના યજમાન તરીકે સુશ્રી ચાંદની તથા શ્રી સચિન ,સુશ્રી રુહી ,સુશ્રી સિદ્ધિ તથા શ્રી ધરમ તેમજ સુશ્રી દિપ્તીબેન તથા શ્રી કેતનભાઈ રમણીકલાલ કોટેચા અને પરિવાર છે.

વિશેષ માહિતી www.Icnl.org દ્વારા અથવા શ્રી પ્રતાપભાઈ ખગ્રામ -07906 878 049 અથવા સુશ્રી પુષ્પાબેન કારીયા 07906 595 933  દ્વારા મેળવી શકાશે.

કાર્યક્રમનું લાઈવ પ્રસારણ રાત્રે 8 -00 વાગ્યાથી ઝૂમના માધ્યમથી કરાશે .જે માટે મિટિંગ આઈ.ડી. 833 5348 1472 ,પાસવર્ડ  LCNL 2022 રાખવામાં આવેલ છે.ઉપરાંત LCNL ના ફેસબુક માધ્યમથી પણ જોડાઈ શકાશે .જે www.facebook.com/groups/lcnlmahajan છે.

(12:04 pm IST)