Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

સમગ્ર વિશ્વમાં કરાયેલી ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ' આઝાદીકા અમૃત મહોત્સવમાં અમેરિકાનું હ્યુસ્ટન જોડાયું :15 ઓગસ્ટના રોજ ઓપેરા હાઉસ ત્રિરંગાના ત્રણ રંગોથી રંગાયું : હ્યુસ્ટનમાં ભારતીય દૂતાવાસ ,ગુજરાતી સમાજ ,તથા ઇન્ડિયા હાઉસ ખાતે ધ્વજ વંદન કરાયું

હ્યુસ્ટન : સમગ્ર વિશ્વમાં કરાયેલી ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ' આઝાદીકા અમૃત મહોત્સવમાં અમેરિકાનું હ્યુસ્ટન જોડાયું હતું.15 ઓગસ્ટના રોજ ઓપેરા હાઉસ ત્રિરંગાના ત્રણ રંગોથી રંગાયું હતું. હ્યુસ્ટનમાં ભારતીય દૂતાવાસ ,ગુજરાતી સમાજ ,તથા ઇન્ડિયા હાઉસ ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.

સાંજે, કોન્સલ જનરલ અસીમ મહાજને ભારતીય સમુદાયના મહાનુભાવો તેમજ ફોર્ટ બેન્ડ કાઉન્ટીના જજ કેપી જ્યોર્જ અને જજ જુલી મેથ્યુ સહિતના સ્થાનિક રાજકીય નેતાઓને આમંત્રિત કર્યા હતા. જેમાં અધિકારીઓ સેનેટર જોન કોર્નીન અને ટેડ ક્રુઝ અને કોંગ્રેસમેન અલ ગ્રીન સ્ટેજ પર જોવા મળ્યા હતા. કોંગ્રેસ વુમન શીલા જેક્સન લીએ વ્યક્તિગત હાજરી આપી હતી અને CG સમક્ષ કોંગ્રેસની ઘોષણા રજૂ કરી હતી.

CG મહાજને ભારત, સૌથી મોટી લોકશાહી અને સૌથી જૂની લોકશાહી અમેરિકા વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધો વિશે વાત કરી હતી. તેવું આઈ.એ.એન.દ્વારા જાણવા મળે છે

(6:34 pm IST)