Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

' પાર્સીપ્પની-કા-રાજા ' : પાર્સીપ્પનીમાં સૌપ્રથમવાર 2022 ની સાલનો ગણેશોત્સવ ઉજવાયો : ભક્તોએ ભારતમાં પોતાના ઘરમાં પધરાવતા હોય તે રીતે જ વિશાળ પૂજા પંડાલમાં ભગવાન ગણેશનું સ્વાગત કર્યું : વીક એન્ડ માં સતત બે દિવસ સુધી સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરાયા

શક્તિ USA આયોજિત ઉત્સવમાં સેંકડો ભક્તો ઉમટી પડ્યા : મેયર મિ. જેમ્સ બાર્બેરીયો , સ્થાનિક કાઉન્સિલમેન, મોરસ કાઉન્ટીના વિવિધ મંદિરોના ટ્રસ્ટીઓએ હાજરી આપી

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : ' પાર્સીપ્પની કા રાજા '. ન્યૂજર્સીમાં આવેલા પાર્સીપ્પનીમાં સૌપ્રથમવાર 2022 ની સાલનો ગણેશોત્સવ ઉજવાઈ ગયો. ઉત્સવ અંતર્ગત ભક્તોએ ભારતમાં પોતાના ઘરમાં પધરાવતા હોય તે રીતે જ વિશાળ પૂજા પંડાલમાં ભગવાન ગણેશનું સ્વાગત કર્યું તથા વીક એન્ડ માં સતત બે દિવસ સુધી  સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા.

શ્રીમતી દીપ્તિ જાની, શ્રીમતી લીના ભટ્ટ તથા સુશ્રી ગીતા ગંગવાની સ્થાપિત નોનપ્રોફિટ શક્તિ USA આયોજિત ઉત્સવમાં સેંકડો ભક્તો ઉમટી પડ્યા હતા. તેમજ મેયર મિ. જેમ્સ બાર્બેરીયો, સ્થાનિક કાઉન્સિલમેન, મોરસ કાઉન્ટીના વિવિધ મંદિરોના ટ્રસ્ટીઓએ હાજરી આપી ભગવાન ગણેશજીના આશીર્વાદ મેળવ્યા હતા.

વીકેન્ડમાં સતત બે દિવસ સુધી યોજવામાં આવેલા સાંસ્કૃતિક તથા ધાર્મિક કાર્યક્રમોમાં કુકીંગ કોમ્પિટિશન ,ગાયન સ્પર્ધા ,વેશભૂષા સ્પર્ધા ,આર્ટ કોમ્પિટિશન ,સહીત વિવિધ સ્પર્ધાઓમાં અનેક ભક્તો જોડાયા હતા.પાર્સીપ્પની પોલીસ ડિપાર્ટમેન્ટે સલામતી જાળવવાની સાથે ચોરીથી બચવા માટેનું ડેમોન્સ્ટ્રેશન દર્શાવ્યું હતું..આર્ટ ઓફ લિવિંગ ,આયોજિત મેડિટેશન વર્કશોપ તથા મંડાળા આર્ટ વર્કશોપ સહિતનાઓએ ભારે આકર્ષણ જગાવ્યું હતું.તેવું જાણવા મળે છે.

(9:28 pm IST)