Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત શ્રી રિતેષભાઇ શાહના બહેન શ્રીમતિ રેના બી.શાહનું ભારતમાં અવસાન : સદ્દગતની પ્રાર્થના સભા 13 નવેમ્બર 2021 શનિવારના રોજ ન્યુજર્સી મુકામે

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : તલોદના શ્રી પ્રવીણભાઈ શાહના સુપુત્રી તથા શ્રી ચેતનભાઈ ( તલોદ ) ,શ્રી જીજ્ઞેશભાઈ ( ગાંધીનગર ) ,તથા શ્રી રીતેશભાઈ ( ન્યુજર્સી ) લેગસી ગ્રુપવાળાના બહેન અને ભૌમીક્ભાઇ શાહ ( હિંમતનગર ) વાળાના પત્ની  શ્રીમતિ રેના બી.શાહનું ભારતમાં અવસાન થયું છે.

21 ઓગસ્ટ 1977 ના રોજ જન્મેલા સુશ્રી રેનાબેન 27 ઓક્ટોબર 2021 ના રોજ શ્રીજીચરણ પામ્યા છે.

મુશ્કેલીના સમયમાં સાથ આપનાર સહુનો આભાર માનવાની સાથે જણાવવાનું કે સદ્દગતની પ્રાર્થના સભા 13 નવેમ્બર 2021 શનિવારના રોજ બપોરે 3 -00 થી 4 -00 વાગ્યા દરમિયાન 24 ગ્રીન સ્પ્રિંગ્સ વે , ફ્રીહોલ્ડ ન્યુજર્સી મુકામે રાખેલ છે.

વિશેષ માહિતી શ્રી રિતેશ શાહના કોન્ટેક નં 732 -766 -0546 દ્વારા મળી શકશે.

(9:35 am IST)