Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

અમેરિકામાં રામ નવમી ઉત્સવ ઉજવાયો : આલ્ફારેટામાં આવેલા હનુમાન મંદિરમાં કરાયેલી ઉજવણીમાં દિવસ દરમિયાન 6 હજાર જેટલા ભાવિકો જોડાયા : મહાપ્રસાદનો લાભ લીધો

જ્યોર્જિયા : અમેરિકાના આલ્ફારેટામાં  આવેલા હનુમાન મંદિરમાં  21 એપ્રિલ, 2021 ના રોજ રામ નવમી ઉત્સવ ઉજવાઈ  ગયો. જેમાં દિવસ દરમિયાન  6 હજાર જેટલા ભાવિકો જોડાયા હતા. તથા  મહાપ્રસાદનો લાભ લીધો હતો.

મંદિરના પુજારીએ રામ ભગવાન તથા દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી હતી. તથા મંત્રોચ્ચાર કર્યા હતા.રામ ભગવાન તથા દેવી દેવતાઓને ફૂલોની માળા  અને આભૂષણોનો શણગાર કરાયો હતો.સમગ્ર મંદિરના ભક્તિમય વાતાવરણથી ભક્તો ભાવવિભોર  થઇ ગયા હતા.

સાંજે શ્રી રામ અને સીતાજીનો કલ્યાણ મહોત્સવ  ઉજવાયો હતો.ઉત્સવનું ઓનલાઇન પણ પ્રસારણ કરાયું હતું તેવું એનઆરઆઈ પલ્સ દ્વારા જાણવા મળે છે.

(9:55 am IST)