Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

'ગુરુ બ્રહ્મા ,ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર' : "ગુરુપૂર્ણિમા ઉત્સવ" : શ્રી સંતરામ ભક્ત સમાજ યુ.એસ.એ.ના ઉપક્રમે 1 ઓગસ્ટ 2021 રવિવારના રોજ 28 મો ગુરુપૂર્ણિમા વાર્ષિકોત્સવ ઉજવાશે : ન્યુજર્સી મુકામે સવારે 11 - 30 થી સાંજના 7 - 00 વાગ્યા સુધી થનારી ઉજવણી અંતર્ગત શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રમ પાઠ, ભજન સંગીત, સંતરામ પદો સહિતના આયોજનો : સત્સંગ પુર્ણાહુતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા : જેમણે વેક્સીન ન મુકાવી હોય તેમણે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ માસ્ક, સોશિઅલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે : સત્સંગનું લાઈવ પ્રસારણ કરાશે

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : અમેરિકામાં યુક્રેનિયન ક્લચર સેન્ટર ન્યુજર્સી મુકામે શ્રી સંતરામ ભક્ત સમાજ યુ.એસ.એ.ના ઉપક્રમે 1 ઓગસ્ટ 2021 રવિવારના રોજ 28 મો ગુરુપૂર્ણિમા વાર્ષિકોત્સવ ઉજવાશે . જે અંતર્ગત સત્સંગ નં - 82 નું આયોજન કરાયું છે.  

બ્રહ્મલીન અષ્ટમ મહંત પ.પૂ. શ્રી નારાયણદાસ મહારાજશ્રી પ્રેરિત તથા પ્રાતઃસ્મરણીય પ.પૂ. શ્રી રામદાસજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ શ્રી સંતરામ ભક્ત સમાજ યુ.એસ.એ.દ્વારા સવારે 11 -30 થી સાંજના 7 -00 વાગ્યા સુધી થનારી ઉજવણી અંતર્ગત સંતરામ સત્સંગની શુભ શરૂઆત  શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રમ મંગલાચરણ પાઠ સમૂહ સ્તવન દ્વારા કરવામાં આવશે.સત્સંગ દરમિયાન નડિયાદથી ટેલિફોન દ્વારા પ્રાતઃસ્મરણીય પ.પૂ. શ્રી રામદાસજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ પ્રાપ્ત થશે.

ઉજવણી દરમિયાન રાજ અને સ્મૃતિ પંડ્યા પરિવાર દ્વારા ભજન સંગીતનો કાર્યક્રમ ,તેમજ સંતરામના પદો - ભજનોનું આયોજન કરવામાં આવેલ છે.તો દરેક ભક્તોને ગુરુપૂર્ણિમા સંતરામ સત્સંગમાં સમયસર પધારવા હાર્દિક નિમંત્રણ છે.

સત્સંગ પુર્ણાહુતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે.
 
ખાસ સૂચના : હોલની કેપેસિટીને ધ્યાનમાં રાખીને સત્સંગ દરમિયાન સુવ્યવસ્થા જળવાય તે માટે સ્વયંસેવકો દ્વારા આપવામાં આવતા સૂચનો -ગાઈડ લાઇનનું પાલન કરી સહકાર આપવા નમ્ર વિનંતી.

જેમણે  કોવિદ -19 વેક્સીન ન મુકાવી હોય તેમણે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ માસ્ક ,સોશિઅલ ડિસ્ટન્સ ,સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે.

આપના પરિવારમાં કોઈ સભ્ય પાસે ઈમેલ આઈડી હોય તો તાત્કાલિક સંતરામ સમાધિ સ્થાન નડિયાદની વેબસાઈટ www.santram.org ઉપર રજીસ્ટ્રેશન કરાવવા ખાસ આગ્રહભરી વિનંતી છે.

સત્સંગ દરમિયાન 18 વર્ષથી વધુ વયના લોકો માટે સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીની ફ્રી વેક્સિનેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે ( 732 ) 906 - 0792 ઉપર નોંધ કરાવવાની રહેશે.

આપના કોઈ સ્વજન અત્રે સ્વર્ગસ્થ થયા હોય તો તેઓના નામ ,સરનામું અને ફોન નં શ્રી સંતરામ ભક્ત સમાજ નેવાર્ક ન્યુજર્સી ને લખીને જાણ કરશો તો સદગતના આત્માની શાંતિ માટે સમૂહમાં શ્રદ્ધાંજલિ પ્રાર્થના કરવામાં આવશે .

સત્સંગનું જીવંત પ્રસારણ બપોરે 12 વાગ્યાથી ( ઇસ્ટર્ન ટાઈમ ) ન્યુજર્સીથી www.facebook.com/SantramNadiad દ્વારા કરવામાં આવશે.

સમાજ તરફથી અથવા મંદિરના નામે કોઈપણ પ્રકારનો ફંડફાળો અથવા ભંડોળ ઉઘરાવવામાં આવતું નથી.તેનું સર્વે હરિભક્તોએ નોંધ લેવી.  

મંદિરમાંથી પ્રસાદી તરીકે છઠ્ઠીનું કાપડ ,કંઠી ,અને સાહિત્ય પ્રકાશનનો લાભ લેવા ( 732 ) 906 - 0792 નો સંપર્ક કરવો.

આગામી 6 નવેમ્બર 2021 શનિવારના રોજ એસેક્સ કાઉન્ટી કોલેજ નેવાર્ક ન્યુજર્સી મુકામે દિવાળી સત્સંગ થાય તેવું આયોજન કરાઈ રહ્યું છે.

શ્રી સંતરામ સત્સંગ સમાજ યુ.એસ.એ.નો કોન્ટેક નં ( 732 ) 906 - 0792 છે.ફેક્સ નં ( 732 ) 497 -2730 છે.વેબસાઈટ www.santram.org તથા   ઈમેલ આઈડી info@santram.org છે.

(12:23 pm IST)