Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

ભારતીય સ્ટુડન્ટ્સ ,સંશોધકો ,અને શિક્ષકોને ફ્રાન્સના વિઝા આપવાનું શરૂ : ભારત ખાતેના ફ્રાન્સના 7 દૂતાવાસ કેન્દ્રો ઉપરથી વિઝા આપવાની કામગીરી શરૂ કરાઈ

ન્યુદિલ્હી : ફ્રાન્સની  શૈક્ષણિક સંસ્થાઓ તથા પ્રયોગશાળાઓમાં અભ્યાસ તથા કામગીરી માટે ભારતના વિદ્યાર્થીઓ, સંશોધનકારો અને શિક્ષકો તેમજ ટેલેન્ટ પાસપોર્ટ ધારકો હવે  ફ્રાન્સની મુસાફરી કરી શકશે.
આ માટે ભારત ખાતેના 7 દૂતાવાસ કેન્દ્રો મુંબઇ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, બેંગલોર, હૈદરાબાદ અને કોચી મુકામે પસંદ કરેલ વિઝા અરજીઓ મેળવવા માટેની કામગીરી 17 ઓગસ્ટથી શરૂ કરી દેવાઈ છે.જે માટે કોરોના વાઇરસ સલામતીને ધ્યાનમાં રાખીને નક્કી કરાયેલા નિયમો સોશિઅલ ડિસ્ટન્સ ,માસ્ક સહિતનાનું પાલન કરવાનું રહેશે
કેન્દ્રો પર વ્યક્તિગત સંપર્કને મર્યાદિત કરવા માટે મોબાઇલ બાયમેટ્રિક ડેટા સંગ્રહ તેમજ કુરિયર સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.તથા મર્યાદિત સંખ્યામાં અરજીઓ સ્વીકારવાનું શરૂ કરી દેવાયું છે.ફ્રાન્સની યુનિવર્સિટીઓ પણ કેમ્પસમાં ફુલટાઇમ અથવા પાર્ટ ટાઈમ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે તૈયાર થઈ ગઈ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:52 pm IST)