Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

વિદેશોમાં ફરજ બજાવતા અફઘાનિસ્તાનના રાજદૂતોની કફોડી હાલત : તાલિબાન સરકાર નાણાં મોકલતી ન હોવાથી પગાર બંધ : વતન પાછા ફરવામાં સરકારના ખૌફનો ડર : યજમાન દેશોમાં આશ્રય માંગ્યો

યુ.એસ. : અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા સંભાળી લેતા વિદેશોમાં ફરજ બજાવતા રાજદૂતો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. તેઓને તાલિબાનનો ડર સતાવી રહ્યો હોવાથી વતનમાં પાછા ફરવા માંગતા નથી.તેઓ યજમાન દેશમાં આશ્રય માંગી રહ્યા છે.

તેમની પાસે મિશન ચલાવવા માટે પૈસા નથી. આ સિવાય, પરિવારો સાથે ઘરે પાછા જવા અંગે પણ શંકા છે. તેથી, દેશમાં પાછા આવવાને બદલે, તેઓ વિદેશમાં આશ્રય માગી રહ્યા છે.

15 ઓગસ્ટે તાલિબાને અફઘાનિસ્તાનની પશ્ચિમ સમર્થિત સરકારને ઉથલાવી દીધી હતી.તાલિબાને મંગળવારે કહ્યું હતું કે તેણે તેના તમામ દૂતાવાસોને સંદેશ મોકલ્યો હતો કે રાજદ્વારીઓને તેમનું કામ ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ કેનેડા, જર્મની અને જાપાન સહિત આઠ દેશોમાં કામ કરતા દૂતાવાસના કર્મચારીઓએ મિશનની વર્તમાન સ્થિતિ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે મિશનમાં નિરાશાનું વાતાવરણ છે. આ સાથે કામની ગતિમાં પણ સુસ્તી આવી છે.

બર્લિનમાં એક અફઘાન રાજદ્વારીએ કહ્યું કે મેં અને મારા સાથીઓએ યજમાન દેશો પાસેથી આશ્રય માંગ્યો છે. તે કાબુલમાં રહેતી તેની પત્ની અને ચાર પુત્રીઓથી ચિંતિત છે. તેમણે કહ્યું કે હું રાજદ્વારી શરણાર્થી બનવા માટે તૈયાર છું. તેણે કહ્યું કે મારે બધું ફરી શરૂ કરવું પડશે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય સંબંધોના નિષ્ણાત અને બ્રિટનની નોટિંગહામ યુનિવર્સિટીમાં વિઝીટીંગ ફેલો અફઝલ અશરફે કહ્યું કે વિદેશમાં અફઘાનિસ્તાનનું મિશન લાંબા સમય સુધી મર્યાદિત રહી શકે છે. જો કે, તે તાલિબાનને માન્ય છે કે નહીં તેના પર નિર્ભર રહેશે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:37 am IST)