Gujarati News

Gujarati News

News of Monday, 25th September 2023

ડો. જ્ઞાનવત્સલ સ્વામી (BAPS) નું ન્યૂજર્સી રાજ્ય યુએસએ દ્વારા "સેનેટ રિઝોલ્યુશન" એનાયત કરીને સન્માનિત કરાયા

રોબિન્સવિલે, NJ ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે ન્યૂજર્સી રાજ્ય સેનેટના પ્રમુખ મિસ્ટર નિકોલસ સ્કુટેરીએ સન્માન પત્ર અર્પણ કર્યું: ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીએ "હીલિંગ ધ હીલર્સ - ઓવરકમિંગ બર્નઆઉટ" પર વક્તવ્ય આપ્યું

(દીપ્તિબેન જાની દ્વારા)  ન્યૂઝરસી ડો. જ્ઞાનવત્સલ સ્વામી (BAPS) નું ન્યૂજર્સી રાજ્ય, અમેરિકા, દ્વારા "સેનેટ રિઝોલ્યુશન" એનાયત કરી તારીખ 23/9/2023 ના રોજ, સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું સમાજને પ્રેરણાદાઈ સંદેશો આપી વૈશ્વિક સંવાદિતા અને ભાઈચારો, લોકોના વ્યક્તિગત જીવનમાં સદગુણ પ્રેરવા બદલ અને સમાજ સેવાની કટિબદ્ધતા બદલ આ સન્માન કરાયું હતું.ન્યૂજર્સી રાજ્ય સેનેટના પ્રમુખ મિસ્ટર નિકોલસ સ્કુટેરી એ આ સન્માન પત્ર અર્પણ કર્યું હતું.

ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીને 23/9/23 ના રોજ સ્ટેટ ઑફ ન્યુ જર્સી, યુએસએ દ્વારા "સેનેટ રિઝોલ્યુશન" સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. રોબિન્સવિલે, NJ ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે મેડિકો - સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સમાં, 1500+ હેલ્થ કેર પ્રોફેશનલ્સ - ડોક્ટરો હાજર રહ્યા હતા.
 ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીને જે બાબતો માટે સન્માનિત કરવામાં આવ્યા હતા તેમાં તેમના સાર્વત્રિક સંવાદિતાના પ્રેરણાત્મક સંદેશાઓ. એક નિષ્ઠાવાન અને અસરકારક નેતા તરીકે અનુકરણીય કૌશલ્ય.
 મજબૂત પાત્ર અને નોંધપાત્ર નિશ્ચયના વ્યક્તિ તરીકે. માનવતાની સેવાઓ માટે શ્રેષ્ઠતાનું ધોરણ બનાવવું જેવી બાબતોનો સમાવેશ થાય છે.
આ તકે ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીએ "હીલિંગ ધ હીલર્સ - ઓવરકમિંગ બર્નઆઉટ" પર વક્તવ્ય આપ્યું હતું જેને સૌ ઉપસ્થિત મહાનુભાવોએ તાળીઓના ગડગડાટથી વધાવ્યું હતું.

 

(9:53 pm IST)