Gujarati News

Gujarati News

News of Monday, 9th October 2023

હિન્દુ આધ્યાત્મિકતા અને સ્થાપત્યના અભૂતપૂર્વ સંગમ સમા ભવ્યાતિભવ્ય BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું રૉબિન્સવિલ, ન્યૂજર્સીમાં શાનદાર ઉદ્ઘાટન

‘અક્ષરધામ સનાતનમ્..’કાર્યક્રમના અંતમાં ભવ્ય આતશબાજીથી અક્ષરધામ પરિસર તેજરશ્મિઓથી ઝળહળી ઉઠ્યું:12,500 સ્વયંસેવકોના લાખો માનવકલાકોના અપાર ભક્તિસભર શ્રમથી સર્જાયો ચમત્કાર

ન્યુજર્સી :હિન્દુ આધ્યાત્મિકતા અને સ્થાપત્યના અભૂતપૂર્વ સંગમ સમા ભવ્યાતિભવ્ય BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું રૉબિન્સવિલ, ન્યૂજર્સીમાં શાનદાર ઉદ્ઘાટન થયું હતું ‘અક્ષરધામ સનાતનમ્..’કાર્યક્રમના અંતમાં ભવ્ય આતશબાજીથી અક્ષરધામ પરિસર તેજરશ્મિઓથી ઝળહળી ઉઠ્યું હતું, અંદાજે 12.500 સ્વયંસેવકોના લાખો માનવકલાકોના અપાર ભક્તિસભર શ્રમથી ચમત્કાર સર્જાયો હતો,

અર્વાચીન યુગમાં નિર્મિત વિશ્વના પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિર એવા અક્ષરધામના સર્જનમાં 12 વર્ષ લાગ્યા હતા ,

·ન્યુયોર્કમાં ભારતના કોન્સલ જનરલ રણધીર જયસ્વાલે પ્રધામમંત્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી અભિનંદન પાઠવ્યા હતા
·“અક્ષરધામ ભૂતકાળથી ભવિષ્યને જોડનારો, ભારત અને અમેરિકાને જોડનારો, એક સમુદાયને અન્ય સમુદાય સાથે જોડનારો સેતુ છે.” તેમ ડેલવેરના ગવર્નર જ્હોન કાર્ને કહ્યું હતું,
·“હું અવશ્ય માનું છું કે જો નેલ્સન મંડેલા અને મહાત્મા ગાંધી જેવા મહાન વ્યક્તિઓ આ જુએ તો અહીંના સુંદર કળા, સ્થાપત્ય અને મૂલ્યોને જરૂર બિરદાવે” તેમ નેલ્સન મંડેલાના સૌથી મોટા પૌત્રી નદિલેકા મંડેલાએ જણાવ્યું હતું
·“અહીં આવનાર સૌ કોઈ, તેમના જીવનમાં પરમ શાંતિ અને પરમ આનંદનો અનુભવ કરે તેવી પ્રાર્થના.”પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ દ્વારા આશીર્વાદ પાઠવ્યા હતા

 

(7:32 pm IST)