Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

હું ગૌરવ સાથે શિર ઊંચું રાખી શપથ લઈશ : અમારી સામે અનેક પડકારો છે ,જેનો સંસદ તથા લોકોના સહકારથી સામનો કરીશું : ' ડે ઓફ સર્વિસ ' નિમિત્તે અમેરિકાના સૌપ્રથમ અશ્વેત વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસનું ઉદબોધન

વોશિંગટન : ગઈકાલ સોમવારે માર્ટિન લ્યુથર કિંગ જુનીઅરની જન્મ જયંતિ  ' ડે ઓફ સર્વિસ ' નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસએ ઉદબોધન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે અમારી સરકાર સામે અનેક પડકારો મોં ફાડીને ઉભા છે.જેનો પ્રતિકાર કરવો સહેલો નથી.તેમછતાં અમે સંસદ તથા લોકોના સહકારથી પડકારોનો સામનો કરીશું .

20 જાન્યુઆરીના રોજ યોજાનારા સૌપ્રથમ અશ્વેત મહિલા વાઇસ પ્રેસિડન્ટ તરીકેના તેમના શપથવિધિ પ્રસંગે પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે હું ગૌરવ સાથે શિર ઊંચું રાખી શપથ લઈશ.

(6:37 pm IST)
  • શેલ્ટર હોમમાં ૩ મહિલાની લાજ લૂંટવામાં આવી: છત્તીસગઢમાં બિલાસપુરના એક શેલ્ટર હોમમાં ત્રણ મહિલાઓના યોન શોષણ નો મામલો બહાર આવ્યો છે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે access_time 12:15 am IST

  • નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST

  • રાજસ્થાનના દોઢ ડઝન જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: રાજસ્થાનના ૧૭ જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: સત્તાવાર જાહેરાત: રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૧૮૧ પક્ષીઓ મૃત્યુ પામેલ મળી આવ્યા છે. access_time 12:16 am IST