Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સુનહરી યાદે ' : 31 જાન્યુઆરી રવિવારના રોજ યોજાનારો વર્ચ્યુઅલ મ્યુઝિકલ પ્રોગ્રામ : પ્રતિભાશાળી ગાયકો મ્યુઝિકના સથવારે બોલીવુડ ગીતોની રમઝટ બોલાવશે : બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન યોજાનારો પ્રોગ્રામ પાસકોડ વિના માણવાની તક : IACFNJ ,ઓમકારા ,INDUS TV ,તથા GOPIOCJ ,ફેસબુક ઉપર લાઈવ પ્રસારણ કરાશે

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : 31 જાન્યુઆરી રવિવારના રોજ IACFNJ તથા ઓમકારાના સંયુક્ત ઉપક્રમે ,INDUS TV ,GOPIOCJ, તથા IHNCJ ના સહયોગ સાથે ' સુનહરી યાદે '  શીર્ષક સાથે વર્ચ્યઅલ મ્યુઝિકલ પ્રોગ્રામનું આયોજન  કરાયું છે.

જેમાં સુશ્રી માધવીના યજમાનપદે પ્રતિભાશાળી ગાયકો સુશ્રી ટીના ,શ્રી રાકેશ ,સુશ્રી તન્મયી ,શ્રી પિનાકીન ,સુશ્રી નીતિ ,તથા શ્રી તુષાર પટેલ બોલીવુડ ગીતોની રમઝટ બોલાવશે.

કાર્યક્રમ ઝૂમ આઈડી 882 1333 1879 દ્વારા પાસકોડ વિના માણી શકાશે.
ઉપરાંત IACFNJ ,ઓમકારા ,INDUS TV ,તથા GOPIOCJ ,ફેસબુક ઉપર પ્રોગ્રામનું લાઈવ પ્રસારણ કરાશે .તેવું શ્રી તુષાર બી.પટેલની યાદી દ્વારા જાણવા મળે છે.

(9:40 pm IST)
  • ગુજરાતમાં પણ ઝડપભેર લવ જેહાદ વિરુદ્ધ કાયદો આવી રહ્યો છે : ગુજરાત સરકાર નજીકના ભવિષ્યમાં લવ જીહાદ વિરુદ્ધ નવો કાનૂન લાવી રહી છે કોંગ્રેસ પક્ષની આંતરિક ચૂંટણીઓ મે મહિનામાં યોજાય તેવી સંભાવના છે આજે કોંગ્રેસની કારોબારી બેઠક મળી રહી છે access_time 11:44 am IST

  • નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST

  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST