Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ઇન્ડિયન અમેરિકન ક્રિકેટ પ્રેમીઓ શ્રી સત્ય નાદેલા તથા શ્રી સુંદર પીચાઈએ ઓસ્ટ્રેલિયા સામેના ભારતના વિજયને વધાવ્યો : સમગ્ર ટીમને ઐતિહાસિક વિજય બદલ અભિનંદન પાઠવ્યા

વોશિંગટન : માઈક્રોસોફ્ટ સી.ઈ.ઓ.ઇન્ડિયન અમેરિકન શ્રી સત્ય નાદેલા તથા ગુગલ સી.ઈ.ઓ.શ્રી સુંદર પીચાઈએ ઓસ્ટ્રેલિયા સામેના ભારતના ઐતિહાસિક વિજયને વધાવ્યો છે.તથા સમગ્ર ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા છે.

શ્રી નાદેલાએ ટ્વીટ કરતા જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા સામેના છેલ્લા ટેસ્ટમાં છેલ્લા દિવસે છેલ્લી કલાક ખુબ રોમાંચક રહી.જેમાં ભારતીય ટીમે વિજય હાંસલ કર્યો.તે અભિનંદનને પાત્ર છે.

તથા પીચાઈએ  ઓસ્ટ્રેલિયા સામેના મેચમાં વિજય મેળવવા બદલ ભારતીય ટીમને બિરદાવી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:10 pm IST)
  • મે મહિનામાં યોજાશે કોગ્રેસ અધ્યક્ષની ચૂંટણી : સીડબલ્યુસીની બેઠકમાં લેવાયો નિર્ણય access_time 12:14 pm IST

  • પંજાબના બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : 50 હજાર મરઘીઓને મારી નાખવાનું અભિયાન આજ 22 જાન્યુઆરીથી શરૂ : પી.પી.ઈ.કીટ પહેરી જુદી જુદી ટીમો કામગીરી શરૂ કરી દેશે access_time 12:40 pm IST

  • રામ મંદિર નિર્માણ માટે વિજયભાઈએ ૫ લાખ અને રામભાઈ મોકરિયાએ ૧૧ લાખ જાહેર કર્યા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે શ્રેષ્ઠઈઓની બેઠકમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે, જ્યારે મારુતિ કુરિયર પ્રાઇવેટ લિમિટેડના શ્રી રામભાઈ મોકરિયાએ રામ મંદિર નિર્માણ માટે ૧૧ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. access_time 12:19 am IST