Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

પાકિસ્તાનમાં હિન્દૂ મંદિરમાં કરાયેલી તોડફોડ અને આગજનીનો મામલો ભારતે યુનોમાં ઉઠાવ્યો : પાકિસ્તાનમાં કટ્ટરવાદ ,આતંકવાદ અને હિંસાના મામલા વધી રહ્યાની રાવ કરી

ન્યુદિલ્હી : તાજેતરમાં પાકિસ્તાનમાં સરકારની મંજૂરી સાથે પૂર્ણોધ્ધાર કરાઈ રહેલા હિન્દૂ મંદિરમાં કટ્ટરપંથીઓએ કરેલી તોડફોડ અને આગજનીનો મામલો ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ઉઠાવ્યો છે.

ભારતે કરેલી રજુઆત મુજબ પાકિસ્તાનમાં લઘુમતી કોમો જેવી કે હિન્દૂ ,શીખ,ખ્રિસ્તી ઉપર છાશવારે હુમલાઓ થાયછે.આ પરિવારની યુવતીઓને બળજબરીથી ઉઠાવાઈ જવાય છે.તથા ફરજીયાત ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરવા મજબુર કરવામાં આવે છે.તેમજ લઘુમતી કોમની અનેક મહિલાઓ બળાત્કારનો ભોગ બને છે.

સરકાર માત્ર તમાશો જુએ છે.અને આવા બનાવો બનતા રોકવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.એટલું જ નહીં ધાર્મિક અને સાંસ્કૃતિક હિરાસતો ધ્વસ્ત થઇ રહી હોવાનું જણાવ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:29 am IST)