Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

' સાયન્સ ટેલેન્ટ સર્ચ ' : યુ.એસ.ની સોસાયટી ફોર સાયન્સ એન્ડ રેજેનરોન ફાર્માસ્યુટિકલ્સના 40 ફાયનાલિસ્ટમાં 7 ઇન્ડિયન અમેરિકને સ્થાન મેળવ્યું : હાઇસ્કૂલ્સ સિનિયર્સ માટે યોજાતી સુપ્રતિષ્ઠિત STEM સ્પર્ધામાં ભાગ લેનાર 1760 સ્પર્ધક વચ્ચે ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ્સનો દબદબો

વોશિંગટન : અમેરિકાની સૌથી જૂની અને સુપ્રતિષ્ઠિત ગણાતી સોસાયટી ફોર સાયન્સ એન્ડ રેજેનરોન  ફાર્માસ્યુટિકલ્સના 40 ફાયનાલિસ્ટમાં 7 ઇન્ડિયન અમેરિકને  સ્થાન મેળવ્યું છે.

21 જાન્યુઆરીના રોજ જાહેર કરાયેલા પરિણામો મુજબ આ સ્પર્ધામાં 1760  સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જે પૈકી 300  સ્પર્ધકોને ગયા મહિને સ્કોલર  તરીકે પસંદ કરાયા હતા.તેમાંથી  40 સ્પર્ધકોને ફાઇનાલિસ્ટ તરીકે જાહેર કરાયા છે .જેમાં 7 ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ્સ છે.

સાયન્સ , ટેક્નોલોજી ,એન્જીનીઅરીંગ ,અને મેથ એમ ચારે ફેકલ્ટીના સંશોધનોને આવરી લેતી આ સ્પર્ધામાં ફાઇનાલિસ્ટ તરીકે સ્થાન મેળવનાર સાત ઇન્ડિયન અમેરિકાનમાં લલિતા આચાર્ય ,અખિલેશ બાલાસીંગમ ,ગોપાલ ગોયલ ,વેદાંત આયર ,એશાની ઝા ,અનુષ્કા સનીયાલ , તથા અલય શાહનો સમાવેશ થાય છે.જેઓએ પાણીજન્ય રોગો ,બ્રેઈન ઇન્સ્પાયર્ડ કોમ્પ્યુટીંગ ,હાયર એનર્જી લિથિયમ બેટરી , રિમૂવલ ઓફ ટોક્સિક ઓર્ગેનિક ફ્રોમ વોટર ,પ્રોટીન એગ્રિગેશન રોગો ,આઈ મુમેન્ટ પેટન્ટ્સ સહિતના વિષયો ઉપર સંશોધનો રજૂ કર્યા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:27 pm IST)