Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

NRI માટેનો ઇન્ડસ્ટ્રીઅલ પ્લોટનો ક્વોટા નાબૂદ કરવા બદલ પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટએ રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો : 2015 ની સાલમાં ક્વોટાની ઘોષણા કર્યા બાદ નોંધાવાયેલા પ્લોટ્સ 2020 ની સાલમાં રદ કર્યા

હરિયાણા : હરિયાણા સરકારે 2015 ની સાલમાં NRI માટે ઇન્ડસ્ટ્રીઅલ પ્લોટ અનામત રાખવાની ઘોષણા કરી હતી. તથા અનામત રાખવામાં આવેલા પ્લોટ્સ ની વિગત પણ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરી હતી. પરંતુ 13  જૂન 2020 ના રોજ કલમના એક ઝાટકે આ લિસ્ટ રદ કરી દેવાતા અનેક એન.આર.આઈ.એ પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.
પિટિશનમાં જણાવાયા મુજબ વિદેશોમાં વસતા હરિયાણાના વતનીઓનું પોતાના વતનમાં રોકાણ વધારવા માટે જાહેર કરવામાં આવેલી નીતિનો ખુલ્લેઆમ ભંગ કરાયો છે .  તેવું ધ.ટી. દ્વારા જાણવા મળે  છે.

(8:18 pm IST)