Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

' 2021 ઇન્ટર નેશનલ યોગા ડે ' : અમેરિકામાં આવતીકાલ 19 જૂનના રોજ થનારી વર્ચ્યુઅલ ઉજવણીમાં ફિલ્મ મેકર તથા હેપ્પી લાઈફ યોગાના શ્રી ત્રિલોક મલ્લિકની યજમાન તરીકે નિમણુંક : ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી રણધીર જયસ્વાલ ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપશે : ફેસબુક લાઈવ તથા ઝૂમના માધ્યમથી દેશ વિદેશના લોકો જોઈ શકશે

ન્યુયોર્ક : અમેરિકામાં આવતીકાલ 19 જૂનના રોજ ઇન્ટર નેશનલ યોગા ડે 2021 ઉજવાશે : સવારે 10 વાગ્યે થનારી વર્ચ્યુલ ઉજવણીમાં ફિલ્મ મેકર તથા હેપ્પી લાઈફ યોગાના ત્રિલોક મલ્લિક યજમાન તરીકે હાજરી આપશે . જે ફેસબુક લાઈવ તથા ઝૂમના માધ્યમથી દેશ વિદેશના લોકો જોઈ શકશે .

GOPIO મેનહટન ,ઇન્ડિયન પેનોરમા ,ઇન્ડિયન અમેરિકન ફોરમ ,તથા કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે થનારી ઉજવણીમાં ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી રણધીર જયસ્વાલ ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપશે .

ગેસ્ટ સ્પીકર તરીકે એવોર્ડ વિજેતા ફિલ્મ મેકર તથા લેખક ડો.ભુવન લાલ ,હેલ્પસિ ફાઉન્ડર તથા સીઈઓ સુશ્રી સંગીતા અગરવાલ ,શ્રી રંજુ નારંગ ,પ્રોફેસર ઈંદ્રજિત સલુજા ,શ્રી ઇંદુ જયસ્વાલ ,શ્રી રેની મહેતા ,શ્રી અનિલ નારંગ સહિતના મહાનુભાવોને સાંભળવાનો મોકો મળશે.ગેસ્ટ સિંગર  તરીકે સુશ્રી પલ્લવી વર્મા રહેશે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:20 pm IST)