Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સના ઉપક્રમે 11 સપ્ટેમ્બરના રોજ આતંકવાદનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ : ટાઈમ સ્કવેર ન્યુયોર્ક ખાતે સવારે 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી આયોજિત શાંતિપૂર્ણ પ્રાર્થનામાં સફેદ વસ્ત્રો પરિધાન કરી કોમ્યુનિટી આગેવાનો સહીત અનેક લોકો જોડાયા

ન્યુયોર્ક : ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સના ઉપક્રમે ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન્સના સહયોગ સાથે 11 સપ્ટેમ્બરના રોજ આતંકવાદનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. ટાઈમ સ્કવેર ન્યુયોર્ક ખાતે સવારે 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી આયોજિત શાંતિપૂર્ણ પ્રાર્થનામાં સફેદ વસ્ત્રો પરિધાન કરી કોમ્યુનિટી આગેવાનો સહીત અનેક લોકો જોડાયા હતા.

આ તકે હાલમાં પણ કોમ્યુનિટી ઉપર થઇ રહેલા હેટ ક્રાઇમ હુમલાઓ તથા મહાત્મા ગાંધીની પ્રતિમા ખંડિત થવાના બનાવનો ઉલ્લેખ કરાયો હતો.તથા મહાત્મા ગાંધીના અહિંસાના ઉપદેશને યાદ કરાયો હતો.

પ્રાર્થના સભામાં રાજસ્થાન એશોશિએશન ઓફ નોર્થ અમેરિકા પ્રેસિડન્ટ શ્રી પ્રેમ ભંડારી ,એફ.આઈ.ચેરમેન શ્રી અંકુર વૈદ્ય ,પ્રેસિડન્ટ શ્રી કેન્ની દેસાઈ ,એફ.આઈ.એ.પાસ્ટ પ્રેસિડન્ટ તથા બિહાર ફાઉન્ડેશનના ચેરમેન શ્રી આલોક કુમાર  સહિતનાઓએ પ્રાસંગિક ઉદ્દબોધનો કર્યા હતા તેવું ડી.બી.ડબલ્યુ .દ્વારા જાણવા મળે છે.

(12:24 pm IST)