Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

હરિદ્વારની દીકરી શેફાલી નેધરલેન્ડમાં અમેરિકાની રાજદૂત બની : યુએસ સેનેટે ધ્વનિ મત દ્વારા આ પદ માટે શેફાલી દુગ્ગલ (50)ના નામને મંજૂરી આપી

વોશિંગટન : ભારતીય-અમેરિકન રાજકીય કાર્યકર્તા શેફાલી રાઝદાન દુગ્ગલને નેધરલેન્ડ્સમાં આગામી યુએસ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

શેફાલીનો જન્મ હરિદ્વારમાં થયો હતો. જ્યારે તે બે વર્ષની હતી, ત્યારે તેનો પરિવાર પિટ્સબર્ગ, પેન્સિલવેનિયામાં રહેવા ગયો. પછી જ્યારે તે પાંચ વર્ષની હતી, ત્યારે તેનો પરિવાર સિનસિનાટી, ઓહિયોમાં રહેવા ગયો, જ્યાં તે મોટી થઈ.

તેણે મિયામી યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી મેળવી છે અને ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે.

યુએસ સેનેટે વોઇસ વોટ દ્વારા આ પદ માટે દુગ્ગલ (50)ના નામને મંજૂરી આપી હતી. દુગ્ગલ ઉપરાંત વરિષ્ઠ વહીવટી પદો પર અન્ય બેની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(1:43 pm IST)