Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

' યોગા ફોર વેલનેસ ' : અમેરિકા ખાતેના ભારતીય દૂતાવાસના ઉપક્રમે યોગા ડે 2021 ઉજવાયો : કોવિદ -19 સંજોગોમાં શારીરિક અને માનસિક સ્વસ્થતા તથા પ્રસન્નતા માટે યોગા જરૂરી : ભારતના એમ્બેસેડર શ્રી તરણજિત સિંઘનું ઉદબોધન

વોશિંગટન ડીસી :  અમેરિકા ખાતેના ભારતીય દૂતાવાસના ઉપક્રમે ' યોગા ફોર વેલનેસ 'સૂત્ર સાથે 20 જૂન 2021 રવિવારના રોજ આંતર રાષ્ટ્રીય યોગા ડે ની ઉજવણી કરાઈ હતી.

આ તકે યુ.એસ.ખાતેના ભારતના એમ્બેસેડર શ્રી તરણજિત સિંઘએ સહુનું સ્વાગત કર્યું હતું.તથા જણાવ્યું હતું કે કોવિદ -19 સંજોગોમાં શારીરિક અને માનસિક સ્વસ્થતા તથા પ્રસન્નતા માટે યોગા જરૂરી છે.
તેમણે ઉમેર્યું હતું કે ભારત અને અમેરિકા કોવિદ -19 ને નાથવા માટે ખભેખભા મિલાવી કામ કરે છે.

ઉજવણીમાં ઝૂમ તથા સોશિઅલ મીડિયા દ્વારા સમગ્ર અમરિકામાંથી વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા.ઉપરાંત ન્યુયોર્ક ,શિકાગો ,હ્યુસ્ટન ,એટલાન્ટા ,તથા સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ પણ ઉજવણીમાં જોડાયા હતા.તેવું એએનઆઇ દ્વારા જાણવા મળે છે.

(8:09 pm IST)