Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

પાકિસ્તાનમાં વસતા હિંદુઓ સહિતના લઘુમતી કોમના લોકો સતત ભયના ઓથાર હેઠળ : સિંધ પ્રાંતની રામબાઈ નામક યુવતીનું અપહરણ કરી પરણિત મુસ્લિમ યુવક સાથે નિકાહ પઢાવી દીધા : પોલીસે ફરિયાદ પણ ન લીધી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં વસતા હિંદુઓ સહિતના લઘુમતી કોમના લોકો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.તાજેતરમાં મળેલા અહેવાલો મુજબ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વસતા હિન્દૂ પરિવારની રામબાઈ નામક યુવતીનું અપહરણ કરી પરણિત મુસ્લિમ યુવક સાથે નિકાહ પઢાવી દીધા છે.એટલુંજ નહીં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા તે નોંધવાનો પણ ઇન્કાર કરી દેવાયો હતો.
આ સમગ્ર બાબતમાં સૂફી ધર્મસ્થળની ભૂમિકા ઘણી મહત્વની રહી હતી. પાકિસ્તાનની કોર્ટ  પણ યુવકોની તરફેણમાં ચુકાદા આપી રહી છે. આ અગાઉ એક શીખ છોકરી જગજીત કૌર ઉર્ફે આયશા બીબીને લાહોર હાઈકોર્ટે મુસ્લિમ પતિ પાસે જવાનો આદેશ આપ્યો હતો. જગજીત છેલ્લા એક વર્ષથી શેલ્ટર હોમમાં રહેતી હતી. દક્ષિણ કોરિયાના સિયોલમાં રહેનાર પાક રાઈટ એક્ટિવિસ્ટ રાહત ઓસ્ટિને કહ્યું કે રામ બાઈ પાકિસ્તાનના સિંધ પ્રાંતના મીરપુર ખાસ જિલ્લાના જાન મોહમ્મદ મારીની રહેવાસી છે, જેનું બળ જબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરી એક મુસ્લિમ સાથે લગ્ન કરાવી દીધા છે.
રામ બાઈનું ધર્મ પરિવર્તન પીર જાન આગા ખાન સરહાંદી ધર્મસ્થળ પર તેની ઈચ્છા વિરુદ્ધ કરવામાં આવ્યુ. અનેક હિન્દુ છોકરીઓનું ધર્મ પરિવર્તન પીર જાન આગા ખાન સરહાંદીમાં કરવામાં આવેલ છે. રાહતે કહ્યું કે રામ બાઈના લગ્ન 19 ઓગસ્ટના રોજ મોહમ્મદ અબ્દુલ્લાહ સાથે કરવામાં આવ્યા છે. તે અગાઉથી જ પરણિત છે અને તેને બાળકો પણ છે. આ ઉપરાંત છોકરીને એક એફિડેવિટ પર સહી કરાવી લીધી છે કે તેણે પોતાની ઈચ્છાથી લગ્ન કર્યા છે.
તેઓ કહે છે કે અસહાય છોકરીઓ પાસે એટલા માટે સહી કરાવાઈ રહી છે કે કારણ કે ભવિષ્યમાં કોઈ કાયદાકીય મુશ્કેલીનો સામનો ન કરવો પડે. રાહત કહે છે કે હવે સામાન્ય રસ્તો બની ગયો છે. હિન્દી અને માઈનોરિટી છોકરીઓ પાસેથી બળજબરીપૂર્વક લગ્ન કરનાર મુસલમાન હવે આ રસ્તો અપનાવી રહ્યા છે.
સૂત્રો  મુજબ ઘણા ધર્મગુરુઓ હિન્દી અને ક્રિશ્ચિયન છોકરીઓને ધર્મ પરિવર્તન કરાવે છે. તેઓ ઘણીવાર આ છોકરીઓનું યૌન શોષણ કરે છે. તેઓ પરીવાર અને પોલીસ પાસે મોકલવાના બદલે અપહરણ કરનારને આશ્રય આપે છે.

(12:29 pm IST)