Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સીટીમાં જૈન ધર્મનો અભ્યાસક્રમ દાખલ કરાયો : ' વિમલનાથ ચેર ઈન જૈન સ્ટડીઝ ' શરૂ કરાવવા માટે ત્રણ જૈન દંપતીએ 10 લાખ ડોલરનું ડોનેશન આપ્યું

કેલિફોર્નિયા : અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સીટીમાં જૈન ધર્મનો અભ્યાસક્રમ દાખલ કરાયો છે. જે અંતર્ગત ' વિમલનાથ ચેર ઈન જૈન સ્ટડીઝ ' શરૂ કરાવવા માટે ત્રણ જૈન દંપતીએ 10 લાખ ડોલરનું ડોનેશન  આપ્યું છે.આથી હવે જૈન ધર્મ સાથે સ્નાતક થઇ શકાશે .

આ અભ્યાસક્રમ શરૂ કરાવવા માટે વર્ધમાન ચેરીટેબલ ફાઉન્ડેશન તરફથી ડો.મીરા તથા ડો.જસવંત મોદી , નરેન્દ્ર એન્ડ રીટા પારસન વતી સુશ્રી રીટા  તથા ડો.નરેન્દ્ર પારસન , તેમજ શાહ ફેમિલી ફાઉન્ડેશન તરફથી શ્રી હર્ષદ શાહે ડોનેશન આપ્યું છે.

અભ્યાસક્રમમાં  જૈન ધર્મના સિદ્ધાંતો અહિંસા ,અપરિગ્રહ ,અનેક્તાવાદ ,વિષે ભણાવાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:04 pm IST)