Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

અમેરિકા અને ભારત ભાગીદારીની સીમાઓ વિસ્તારી રહ્યા છે: રાજદૂત તરનજીત સિંહ સંધુ

એટલાન્ટા :યુ.એસ.માં ભારતના રાજદૂત, તરનજિત સિંહ સંધુએ 16 જાન્યુઆરી, 2023ની સાંજે એટલાન્ટામાં ભારતના કોન્સ્યુલેટ જનરલ ખાતે યુવા વ્યાવસાયિકો, મહિલા સાહસિકો, વિચારશીલ નેતાઓ અને સામુદાયિક સંસ્થાઓના વડાઓને સંબોધિત કર્યા.

આ ઇવેન્ટ એમ્બેસેડર સંધુની એટલાન્ટાની ત્રણ દિવસની ભરચક્ક મુલાકાતનો એક ભાગ હતો જેમાં માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ડેની ઉજવણીમાં તેમની સહભાગિતા, જ્યોર્જિયાના ધારાસભ્યો સાથેની વાતચીત અને એથેન્સમાં જ્યોર્જિયા ટેક અને જ્યોર્જિયા યુનિવર્સિટીની મુલાકાતનો સમાવેશ થાય છે.

રાજદૂત સંધુની મુલાકાતમાં એટલાન્ટામાં ગાંધી પ્રતિમા (એમએલકે સેન્ટર નેશનલ હિસ્ટોરિક સાઈટ ખાતે) પર શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ પણ સામેલ હતો.
રાજદૂતે કોંગ્રેસનલ બ્લેક કોકસ સાથેના તેમના જોડાણ વિશે પણ યાદ અપાવ્યું જે 1997માં હતું જ્યારે તેઓ કોંગ્રેસમેન જોન લુઈસને પ્રથમ મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ બેઠકને પગલે વોશિંગ્ટન ડીસીમાં મેસેચ્યુસેટ્સ એવન્યુની બાજુમાં મહાત્મા ગાંધી માટે એક સ્મારકની સ્થાપના કરવામાં આવી હતી.
 

અમેરિકા-ભારતના વધતા સંબંધો વિશે બોલતા તેમણે કહ્યું કે છેલ્લા બે દાયકામાં ભારતને દ્વિપક્ષીય સમર્થન મળ્યું છે. "અહીં પણ (એટલાન્ટામાં તેઓ હાજરી આપેલ એક કાર્યક્રમમાં), અમારી પાસે એક રિપબ્લિકન કોંગ્રેસમેન અને ડેમોક્રેટિક સેનેટર બધા ભારત વિશે એક અવાજમાં બોલતા હતા.તેવું એન.આર.આઈ.પલ્સ દ્વારા જાણવા મળે છે.

 

(6:51 pm IST)