Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

કેનેડાની સંસદમાં કન્નડ ભાષામાં ઉદબોધન : ભારતના કર્ણાટકના વતની અને કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ નવા વિક્રમનું સર્જન કર્યું : ભારત બહારની વિશ્વની કોઈપણ સંસદમાં કન્નડ ભાષામાં વક્તવ્ય આપવાની પ્રથમ ઘટના

કર્ણાટક : ભારતના કર્ણાટકના વતની અને કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ નવા વિક્રમનું સર્જન કર્યું છે. તેમણે કેનેડાની સંસદમાં કન્નડ ભાષામાં ઉદબોધન કર્યું છે .
 ભારત બહારની વિશ્વની કોઈપણ સંસદમાં પ્રથમ કન્નડ ભાષામાં વક્તવ્ય આપવાનો વિક્રમ ચંદ્ર આર્યના ફાળે જાય છે.

એમપી ચંદ્ર આર્ય - જેઓ હાઉસ ઓફ કોમન્સમાં નેપિયનના ચૂંટણી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે તેમને ઉપરોક્ત માહિતી ટવીટ કરી હતી. તથા જણાવ્યું હતું કે મેં કેનેડિયન સંસદમાં મારી માતૃભાષા (પ્રથમ ભાષા) કન્નડમાં વાત કરી. આ સુંદર ભાષા લાંબો ઇતિહાસ ધરાવે છે અને લગભગ 50 મિલિયન લોકો બોલે છે.

કર્ણાટકના તુમાકુરુ જિલ્લાના વતની આર્ય, 2019ની ફેડરલ ચૂંટણીમાં કેનેડાની લિબરલ પાર્ટીમાંથી ફરીથી ચૂંટાયા હતા. તેમણે રામનગરામાંથી એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી અને કર્ણાટકના ધારવાડમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.તેવું ઈ.એ.દ્વારા જાણવા મળે છે.

(12:44 pm IST)