Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

GOPIO દ્વારા 21 જૂનના રોજ આંતર રાષ્ટ્રીય યોગા દિન ઉજવાયો : અમેરિકાના મેનહટન ચેપટર દ્વારા કરાયેલી વર્ચ્યુલ ઉજવણીમાં સેંકડો લોકો જોડાયા : ભારતના એમ્બેસેડર શ્રી રણધીરકુમાર જયસ્વાલે ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી પ્રાસંગિક ઉદબોધન કર્યું

મેનહટન : ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( GOPIO ) દ્વારા 21 જૂનના રોજ આંતર રાષ્ટ્રીય યોગ દિન ઉજવાયો હતો. અમેરિકાના મેનહટન ચેપટર દ્વારા કરાયેલી વર્ચ્યુલ ઉજવણીમાં સેંકડો લોકો જોડાયા હતા.

ધ ઇન્ડિયન પેનોરમા અને ઈન્ડિયન અમેરિકન ફોરમ (લોંગ આઇલેન્ડ) ના સહયોગથી GOPIO- મેનહટન (NYC) અને હેપ્પી લાઇફ યોગાએ "ભારતમાં કોવિડ -19 રાહત" માટે યોગ અંગે જાગૃતિ લાવવા અને નાણાં એકત્ર કરવા માટે આંતરરાષ્ટ્રીય યોગ ઇવેન્ટનું આયોજન કર્યું હતું.

આ તકે ભારતના એમ્બેસેડર  શ્રી રણધીરકુમાર જયસ્વાલ ચીફ ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા.અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

ઉપરાંત ફિલ્મ મેકર ડો.ભુવનલાલ , પ્રોફેસર ઈંદ્રજિત સલુજા ,ડેબોરાહ ફિશમેન શેલ્બી , નીલ તથા એંડ્રીઆ ગાર્વે, GOPIO મેનહટન ચેપટર પ્રેસિડન્ટ શિવેન્ડરસોફેટ સહિતના મહાનુભાવોએ હાજરી આપી પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.

GOPIO મેનહટન ચેપટર ફાઉન્ડિંગ લાઈફ મેમ્બર  ચિતરંજન સહાય બેલવારીએ સહુનો આભાર માન્યો હતો.તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે  છે.

 

(6:56 pm IST)